________________
૩૮૫
પામે છે. III
વળી ભગવાનના દર્શનથી બીજું શું પ્રાપ્ત થાય છે, તે બતાવે છે –
ડરત પરત...રો રો TI૪ll - જે મોહમલ્લ છે કે જેણે આખા જગતને કલ્યો છે, તે ભગવાનના દર્શનથી હૈયામાંથી ડરતો-ફરતો દૂર ભાગે છે, પરંતુ હૈયામાં તે સ્થાન લઇ શકતો નથી. અને ભગવાનના દર્શનથી છ સ્થાનોના સ્થિરીકરણરૂપ સમકિતરત્નને પ્રાપ્ત કર્યું છે, તેથી હવે કુગતિમાં રખડતો હું ફરવાનો નથી. II
આ રીતે ભગવાનના દર્શનનું ફળ બતાવીને, હવે ભગવાનના દર્શનથી પોતાને હૈયામાં કેવો આનંદ થાય છે, તે અભિવ્યક્ત કરે છે –
નંદનગરમર.....પન્યો રો T9TI - ભગવાન મારા ઉપર સ્નેહભરી દૃષ્ટિથી જોઈ રહ્યા છે, અને મારું હૈયું હર્ષથી વિભોર બની રહ્યું છે.
જ્યારે જીવ વીતરાગને વીતરાગરૂપે જુએ છે, અને વીતરાગના વચનરૂપ આ છ સ્થાનો યથાર્થરૂપે પ્રતિભાસ થાય છે, અને વીતરાગનાં વચનો તે જ રીતે જ્યારે પરિણમન પામે છે, ત્યારે ભગવાનની તેના ઉપર સ્નેહભરી દૃષ્ટિ વરસી રહી છે, તેવો તેને અનુભવ થાય છે; કેમ કે હવે આ જીવ સંસારથી પાર પામવા માટે પ્રયત્નશીલ છે. તેથી ભગવાનની દૃષ્ટિ તેના ઉપર વિશેષથી પડે છે, ત્યારે પોતાનું હૈયું અતિ હર્ષિત થાય છે; કેમ કે આ સંસારમાં જે કાંઇ મેળવવા જેવું છે તે ભગવાનની કૃપા છે, અને તે મને પ્રાપ્ત થઇ ગઇ છે; તેથી હવે આ સંસારમાં લાંબી કદર્થના મારા માટે હવે નથી. તેથી જ ગ્રંથકાર શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે, શ્રી નયવિજયવિબુધના સેવક એવા મને ભગવાનરૂપ સુરતરુ=કલ્પવૃક્ષ, ફળ્યા છે, જેથી આ ભગવાનનું શાસન મને હિતની પરંપરારૂપ અવશ્ય મોક્ષરૂપ ફળને આપશે. IFપા
|| સમાપ્ત શ્રી સંભવનાથ સ્તવન ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org