________________
393
ઉર્જા વાડડવારાડ્યો - નિશ્ચયજ્ઞાનથી જ નિશ્ચયચારિત્ર આવે છે, તેમાં આચારાંગસૂત્રની સાક્ષી આપતાં કહે છે -
નં સમાં.....ત્યાવિ - જે સમ્યક્ત્વ છે એ પ્રમાણે તું જો, તે=સમ્યક્ત્વ, મૌન છે એ પ્રકારે તું જો; જે મૌન છે એ પ્રકારે તું જો, તે=મૌન, સમ્યક્ત્વ છે એ પ્રકારે તું જો. ઇત્યાદિ કથન છે.
સંમુગ્ધ પરિજ્ઞાન એટલે સ્થૂલ પરિજ્ઞાનબોધ, ગ્રહણ કરવાનો છે.
ત્યાવિ અહીં ‘આવિ’ પદથી નિશ્ચયજ્ઞાનથી જ નિશ્ચયચારિત્ર પ્રાપ્ત થાય છે, તેને કહેનારાં અન્ય શાસ્ત્રોનો સંગ્રહ કરવાનો છે.
ભાવાર્થ :--
દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે ‘પ્રથમ જ્ઞાન અને પછી દયા’ એ કથનથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાન વગર ચારિત્ર આવે નહિ. ત્યાં ચારિત્રને ઉપયોગી છજીવનિકાયનું જ્ઞાન છે તે સ્થૂળ પરિજ્ઞાન છે, તેટલામાત્ર જ્ઞાનથી ચારિત્ર આવી શકે નહિ; કેમ કે પ્રથમ જ્ઞાનમાં સ્કૂલ પરિજ્ઞાનથી સ્થૂલ દયા આવે છે. માટે તેટલા જ્ઞાનવાળા ચારિત્રાચારનું પાલન કરતા હોય તો તેમનું ચારિત્ર પણ સ્થૂલથી પ્રાપ્ત થાય. તેથી તેઓ કદાચ દેશઆરાધક થઇ શકે, પરંતુ ભાવચારિત્રી ન થઇ શકે. એ પ્રકારે જાણીને ષડ્જવનિકાયના સંમુગ્ધ પરિજ્ઞાનથી સંતોષ કરવો નહિ.
અહીં પ્રશ્ન થાય કે તો પછી ભાવચારિત્રની પ્રાપ્તિ માટે કેટલું જ્ઞાન આવશ્યક છે ? તેથી કહે છે
-
ચારિત્રની હેતુ, સ્વરૂપ અને અનુબંધિશુદ્ધિ કરવામાં આવે તો ભાવચારિત્ર પેદા થાય; અને તે હેતુ, સ્વરૂપ અને અનુબંધિશુદ્ધિ જૈનદર્શનનાં શાસ્ત્રોનું સમ્યક્ પરિજ્ઞાન કરીને, અને સ્વદર્શન-પરદર્શનનાં શાસ્ત્રોની પરીક્ષા કરીને, નયસાપેક્ષ યથાર્થ નિશ્ચયજ્ઞાન કરવાથી થઇ શકે; કેમ કે નિશ્ચયજ્ઞાનથી જ નિશ્ચયચારિત્ર આવે છે, આવી વ્યાપ્તિ છે.
ષડ્જવનિકાયના સંમુગ્ધપરિજ્ઞાનવાળા જીવો બાહ્ય આચારોનું ષડ્જવનિકાયના સ્થૂલ પરિજ્ઞાનથી સારું પાલન કરી શકે, પરંતુ ષજીવનિકાયનો સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે ગુરુલાઘવનું આલોચન કરી શકે નહિ. આથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org