________________
૩૭૧
પામ્યા વગર શુદ્ધ આત્મસ્વરૂપને તેઓ જાણતા નથી.
આનાથી એ કહેવું છે કે, જે જીવો સ્વશાસ્ત્રોના ગંભીર અર્થોને જાણીને દ્રવ્યાનુયોગનું ચિંતન કરે છે, તેનાથી તેમનો આત્મવિવેક ખુલે છે, તેથી તે કરવું આવશ્યક છે. તેથી શક્તિસંપન્ને સ્વદર્શન અને પરદર્શનનો વિવેક કરીને વિશેષ રીતે શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને જાણવું જોઈએ; કેમ કે સ્વદર્શન અને પરદર્શનના અભ્યાસથી નયોની દૃષ્ટિ ખુલે છે. તે નિયષ્ટિ ખુલવાથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે, તેનું જ્ઞાન થાય છે. અને તેમાં જે ઉપેક્ષાવાળા છે, અને જેઓ સંમુગ્ધ જીવ-અજીવાદિનું જ્ઞાન કરવામાત્રમાં યત્નવાળા છે, અર્થાત્ છજીવનિકાયના સ્વરૂપને સારી રીતે જાણનારા છે, અને જીવનિકાયના પાલન માટે જે જે પ્રકારની યતનાની આવશ્યક્તા હોય તે સર્વને યથાર્થ જાણનારા છે; આમ છતાં શુદ્ધ આત્મતત્ત્વને જાણવાની ઉપેક્ષાવાળા છે, તેથી તેમનું જ્ઞાન સંમોહવાળુ છે. તેવા જ્ઞાનથી ચરણસિત્તરી અને કરણસિત્તરીને યથાર્થ પાળનારા છે, તો પણ તેના સારને પામતા નથી. કેમ કે ચરણસિત્તરી અને કરણસિત્તરીનો સાર શુદ્ધ આત્માનું જ્ઞાન છે.
આશય એ છે કે મોક્ષની પ્રાપ્તિનો અનન્ય ઉપાય અસંગભાવ છે, અને અસંગભાવ એ દ્રવ્યાનુયોગના ચિંતનથી પ્રગટ થાય છે. તેથી અસંગભાવની પ્રાપ્તિનું અનન્ય કારણ એવો જે દ્રવ્યાનુયોગ છે, તેની તેઓ ચરણકરણાદિ સેવવા છતાં ઉપેક્ષા કરે છે, માટે શુદ્ધ આત્મજ્ઞાનના સારને તેઓ પામી શકતા નથી. આ ચરણ-કરણાદિની ક્રિયાઓ શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે, તેથી તે ચરણકરણાદિની ક્રિયાઓ શુદ્ધ આત્મજ્ઞાનના કારણભૂત સત્ત્વશુદ્ધિ દ્વારા શુદ્ધ આત્મજ્ઞાનને પ્રગટ કરવામાં કઈ રીતે ઉપકારી છે, તે બતાવે છે –
કોઇ સાધુ ચરણ-કરણાદિની ક્રિયાઓ સારી રીતે કરે તો તેની સત્ત્વશુદ્ધિ થાય છે, અને દ્રવ્યાનુયોગનું ચિંતન કરે તેનાથી શુદ્ધ આત્મજ્ઞાન પ્રગટે છે. દ્રવ્યાનુયોગના ચિંતનથી શુદ્ધ આત્મજ્ઞાન પ્રગટ કરવામાં આ સત્ત્વશુદ્ધિ ઉપકારી છે, તેથી સત્ત્વશુદ્ધિના ઉપકારક એવા ચરણ-કરણાનુયોગનું સેવન કરવા છતાં, દ્રવ્યાનુયોગનું જ્ઞાન નહિ હોવાને કારણે, અસંગભાવરૂપ પરિણામ પ્રગટ થઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org