________________
૩૭૦
શ્રુતવિચારજન્ય આત્મવિવેક સંભાળતા નથી, તેઓ સ્વસમય-પરસમયનો વિવેક નહિ પામવાને કારણે શુદ્ધાત્મસ્વરૂપને નિહાળતા નથી,
(અહીં “સ્વસમયવ્યવહારથીનો અર્થ સ્વશાસ્ત્રના અભ્યાસરૂપ વ્યવહારથી ગ્રહણ કરવાનો છે, અને તેનાથી સ્વસિદ્ધાંતના અર્થના પરિજ્ઞાનનો નિશ્ચય થાય છે. તે નિશ્ચય થવાથી શ્રુતવિચાર ઉત્પન્ન થાય છે, તે શ્રતવિચારથી આત્મવિવેક પેદા થાય છે, અને આ આત્મવિવેક પેદા થયા વગર જે સાધુઓ ચરણ-કરણમાં અત્યંત રાતા=રચ્યાપચ્યા, હોય છે, તે ચરણ-કરણના સારને પામતા નથી. વળી તેઓ સ્વદર્શન અને પરદર્શનના અભ્યાસ પ્રત્યે ઉપેક્ષાવાળા હોય છે, તેથી સ્વ-પર દર્શનના વિવેકને પામ્યા વગર શુદ્ધ આત્મસ્વરૂપને જોતા નથી.)
તેને સંકુધ....૩૫ારી છે તે કારણે જીવ-અજીવાદિના સંમુગ્ધ એવા જ્ઞાન વડે જીવ-અજીવાદિના જ્ઞાનના પરમાર્થને નહિ સ્પર્શતા એવા સ્થૂલ જ્ઞાન વડે, ક્રિયા કરી, પણ ચરણ-કરણના સારને પામ્યા નહિ; કેમ કે તેનો=ચરણ-કરણની ક્રિયાનો સાર શુદ્ધ આત્મજ્ઞાન છે. ચરણ-કરણાદિ ક્રિયાઓ શુદ્ધ આત્મજ્ઞાનનાં સાધન છે, અને તે=શુદ્ધ આત્મજ્ઞાનનાં સાધન એવાં ચરણ-કરણાદિ, તત્કારણભૂત=શુદ્ધ આત્મજ્ઞાનની કારણભૂત, એવી સત્ત્વશુદ્ધિ દ્વારા શુદ્ધ આત્મજ્ઞાનનાં ઉપકારી છે. ભાવાર્થ :
જે સાધુઓ સંયમના પરિણામ માટે કારણભૂત એવી ચરણસિત્તરી અને કરણસિત્તરીકચરણ-કરણના ૭૦-૭૦ ભેદોને, જીવનમાં આચરવા માટે અત્યંત પ્રયત્નશીલ છે, તેવા સાધુઓ ચરણસિત્તરી અને કરણસિત્તરીને કહેનારા ગ્રંથોનું અત્યંત પરિશીલન કરે છે, અને તેને સંયમરૂપ માની લે છે. અને તેઓ માને છે કે, જ્ઞાનનું ફળ વિરતિ છે, અને વિરતિ માટે ઉપયોગી એવું જ્ઞાન ચરણસિત્તરીકરણસિત્તરીનું છે, બીજું તો સર્વ વિસ્તારાત્મક બોધમાત્રરૂપ છે. તેથી તેટલું જ્ઞાન મેળવીને સંયમની ક્રિયા કરવામાં તેઓ અત્યંત યતનાવાળા છે, પરંતુ સ્વદર્શનના અભ્યાસથી સ્વસિદ્ધાંતના અર્થોના યથાર્થ પરિજ્ઞાન દ્વારા તત્ત્વનો નિર્ણય કરતા નથી. તેથી તે યથાર્થ નિર્ણયજન્ય એવો શ્રુતવિચાર તેઓને પ્રગટ થતો નથી, જે શ્રુતવિચાર દ્રવ્યાનુયોગના ચિંતનરૂપ છે. તેથી તે દ્રવ્યાનુયોગના ચિંતનથી જન્ય એવો આત્મવિવેક તેઓ પામતા નથી. વળી સ્વદર્શન અને પરદર્શનના વિવેકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org