________________
૩૬૮
હિતને કરનારી એવી ઉત્તમ પરિણતિ વર્તતી હોય છે. તેથી ચિંતાજ્ઞાન કરતાં ભાવનાજ્ઞાનનો રસાસ્વાદ વિશેષ છે, જેમ દૂધ કરતાં અમૃતનો રસાસ્વાદ વિશેષ પ્રકારનો હોય છે. II૧૨શા અવતરણિકા :
સમ્યત્ત્વનાં છ સ્થાન સાથે જેમ શ્રુત, ચિંતા અને ભાવનારૂપ ત્રણ જ્ઞાન જોડાયેલાં છે, તેમ જ્ઞાન-ક્રિયા પણ સમ્યક્તની સાથે જોડાયેલાં છે. તે જ્ઞાનક્રિયારૂપ મોક્ષમાર્ગમાંથી કેટલાક જીવો ક્રિયામાર્ગની રુચિવાળા હોય છે, તેથી જ્ઞાનમાર્ગની ઉપેક્ષા કરે છે, અને એમ જ માને છે કે સમ્યક્તનાં છ સ્થાનો અમે માનીએ છીએ. વસ્તુતઃ તે છ સ્થાનોને સ્થિર કરવા માટે સ્વ-પરદર્શનનો વિવેક આવશ્યક છે. તેથી જેઓ ક્રિયામાત્રમાં રુચિવાળા છે, તેઓ ચારિત્રના સારને પામ્યા નથી; એમ કહીને સ્વ-પરદર્શનના અભ્યાસ દ્વારા છ સ્થાનોને સ્થિર કરવાં જરૂરી છે, તે બતાવે છે – ચોપાઇ :
चरणकरणमांहिं जे राता, नवि स्वसमय संभालइ जी , निजपरसमयविवेक करी नवि, आतमतत्त्व निहालई जी । संमतिमा कहिउं तेणि न लह्यो, चरणकरणनो सारो जी ,
ते मार्टि ए ज्ञानअभ्यासो, एह ज चिति दृढ धारो जी ।।१२३।। ગાથાર્થ :
ચરણકરણમાંકચરણસિત્તરી અને કરણસિત્તરીમાં, જેઓ રાતા= રચ્યાપચ્યા છે, સ્વસિદ્ધાંતને સંભાળતા ભણતા નથી, (અને) સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના વિવેકે કરીને આત્મતત્ત્વને જોતા નથી, તેણે ચરણકરણનો સાર લીધો નથી; એમ સંમતિ ગ્રંથમાં કહ્યું છે. તે માટે એ જ્ઞાનાભ્યાસ છ સ્થાનોને સમજવા માટે સ્વ-પરદર્શનનો જ્ઞાન અભ્યાસ, એને જ ચિત્તમાં દઢ રીતે ધારણ કરો.l/૧૨૩ બાલાવબોધ :
जे साधु चरणसत्तरी-करणसत्तरीमांहिं ज अत्यंत राता छइ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org