________________
396
મટીને તે પુરુષ થાય છે, તેમ ભાવનાજ્ઞાનવાળા જીવો અન્ય દર્શનમાં રહેલા જીવોનો સંજીવની ચરાવવાની જેમ ઉપકાર કરે છે.
જેમ કોઇ અન્યદર્શનમાં રહેલા જીવો તત્ત્વની જિજ્ઞાસાથી તે તે દર્શનના પદાર્થ પ્રત્યે તત્ત્વ જાણવા યત્ન કરતા હોય, પરંતુ તટસ્થતાથી તત્ત્વ-અતત્ત્વનો વિભાગ કરી શકતા ન હોય, છતાં પ્રજ્ઞાપનીય હોય, તેવા જીવોને ચારાની સાથે સંજીવની જેવી તત્ત્વ-અતત્ત્વના વિભાગની દૃષ્ટિ કઇ રીતે પ્રગટ થાય, તેવી મધ્યસ્થબુદ્ધિ આપીને, સંજીવની ચરાવવાની ક્રિયા ભાવનાજ્ઞાનવાળો કરે છે. આથી જ આદ્યભૂમિકાવાળા જીવોને સર્વ દેવોને નમસ્કાર કરવાનું કહીને, વિશેષ બોધના અભાવકાળમાં બધા દેવો પ્રત્યે મધ્યસ્થતાથી પ્રવૃત્તિ કરાવીને, તેમની તત્ત્વની જિજ્ઞાસા વિશેષ પદાર્થને પ્રાપ્ત કરવા સમર્થ બને તેવી કરાવે છે; જેથી સર્વ દર્શનનાં તત્ત્વો જાણવાના યત્ન દ્વારા, ધીરે ધીરે જૈનદર્શનની વિશેષતા જ્યારે તેને સ્વપ્રજ્ઞાથી જણાય, ત્યારે સંજીવનીની પ્રાપ્તિ થાય. એ રીતે સ્વદર્શનમાં રહેલા કે અન્યદર્શનમાં રહેલાસર્વ જીવો પ્રત્યે તેઓ હિતની પ્રવૃત્તિ કરે છે.
તેઓ સ્વદર્શનમાં રહેલા પણ કેટલાક જીવો મધ્યસ્થ બુદ્ધિવાળા ન હોય, અને તત્ત્વના અર્થી હોય, તો તત્ત્વની પ્રાપ્તિમાં તેમનો મધ્યસ્થભાવ કેમ વધે તેવો જ યત્ન કરાવે છે; પરંતુ સર્વ દર્શન સમાન છે એમ કહીને તેમને અન્ય દર્શનમાં જતા કરીને માર્ગમાં ભ્રમિત થાય તેવો યત્ન કરતા નથી; પરંતુ સ્વદર્શનમાં પણ અવિચારક રીતે જે પક્ષપાત છે, તે કેમ નિવર્તન પામે અને તત્ત્વનો પક્ષપાત કેમ પ્રગટે, એ રીતે તેઓના હિતની પ્રવૃત્તિ કરે છે. આનું કારણ ભાવનાજ્ઞાનવાળા જીવોને જીવમાત્ર પ્રત્યે ‘આત્મવત્ સર્વભૂતેષુ’ ની બુદ્ધિ હોય છે, અને બધા જીવો પ્રત્યે સ્વતુલ્યત્વની=પોતાના તુલ્ય હોવાની, બુદ્ધિ છે, એ રૂપ તેમને સમતાનો પરિણામ છે. આવી સમતાની પરિણિત હોવાને કારણે અને નયો આદિનો સૂક્ષ્મ બોધ હોવાને કારણે, બીજાનું હિત કરવાના વિષયમાં તેઓ ગંભીર આશયવાળા હોય છે. તેથી અનાભોગથી પણ કોઇનું અહિત ન થાય તેવી સાવધાનીપૂર્વક સર્વત્ર હિત કરવાની પ્રવૃત્તિવાળા હોય છે.
અનુવાદ :
ए ३ ज्ञान
Jain Education International
.દિયાં છş, - આ ત્રણ જ્ઞાન-શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને
For Private & Personal Use Only
www.jainelibrary.org