________________
૩૬૪
સ્વપતિને વશ કરવા માટે કોઇક પરિવ્રાજિકાને તેનો ઉપાય પૂછ્યો. તે પરિવ્રાજિકાએ કોઇક સામર્થ્યથી તે સ્ત્રીના પતિને વૃષભ=બળદ, કર્યો, અને તેને ચરાવતી અને પીવડાવતી તે સ્ત્રી રહે છે. એક વખત વટવૃક્ષની નીચે તે પુરુષબળદ બેઠેલો હતો, તેને આકાશમાં ઊડી રહેલ વિદ્યાધરીયુગલે જોયો અને તેઓ ત્યાં આવ્યાં. ત્યાં એક વિદ્યાધરીએ કહ્યું, આ સ્વાભાવિક બળદ નથી. વળી બીજી વિદ્યાધરીએ કહ્યું, તો પછી કેવી રીતે આ સ્વાભાવિક મૂળરૂપે થાય ? પહેલી વિદ્યાધરીએ કહ્યું, આ વટવૃક્ષની નીચે સંજીવની નામની ઔષધિ છે, જો તે
ઔષધિને આ બળદ ચરે તો સહજ પુરુષપણાને પામે. અને તે વાત તે વિદ્યાધરીના વચનથી તે પુરુષબળદની પત્નીએ કર્ણપુટવડે સાંભળી. તે ઔષધિવિશેષને= સંજીવનીને, નહિ જાણતી એવી તે સ્ત્રી વડે તે પ્રદેશમાં રહેલી બધી જ ચારિ સામાન્યથી પતિબળદને ચરાવી. (એમાં) જ્યાં એ બળદે સંજીવની ચરી, ત્યાં જ એ બળદ પુરુષરૂપે પ્રગટ થયો.
જે પ્રકારે તે સ્ત્રીની તે પુરુષબળદના વિષયમાં હિતકારી પ્રવૃત્તિ છે, એ પ્રમાણે સર્વ ભવ્ય સમુદાયના અનુગ્રહમાં પ્રવૃત્ત એવા ભાવનાજ્ઞાનસંપન્નની પણ હિતકારી પ્રવૃત્તિ છે.(ષોડશક ૧૧/૧૧ પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ. ની ટીકાના આધારે)
અહીં વિશેષ એ છે કે, ચારો ચરાવનારી સ્ત્રી જાણતી નથી કે, સંજીવની 'કઈ છે, તેથી બધો ચારો ચરાવે છે. જ્યારે ભાવનાજ્ઞાનવાળો સંજીવની જાણે છે,
છતાં તત્ત્વજિજ્ઞાસુની તેવી ભૂમિકા નહિ હોવાથી સામાન્ય ચારો ચરાવીને સંજીવની પ્રાપ્ત થાય તેવો યત્ન કરે છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે શ્રુતજ્ઞાનથી, જે જે નય સાંભળે ત્યાં રુચિ થાય છે; ચિંતાજ્ઞાનથી, સર્વ નયો પ્રત્યે મધ્યસ્થભાવ પ્રગટે છે; અને ભાવનાજ્ઞાનથી, પરાનુગ્રહપ્રધાન એવી ઉચિત દેશનાદિની પ્રવૃત્તિ થાય છે. તે જ વાતને ષોડશકની સાક્ષીથી બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org