________________
૩૬૨
અનુવાદ :
સત્સ.....મા+ામનુHIRાત્ I- ઉત્સર્ગ-અપવાદસાર તેવા પ્રકારની= પરનો અનુગ્રહ થાય તેવા પ્રકારની, પ્રવૃત્તિ છે. કેમ કે કયો આ પુરુષ છે, કયા નયથી વાસિત છે, ઇત્યાદિ આગમનું અનુસરણ કરીને તે દેશનામાં પ્રવૃત્તિ કરે છે. ભાવાર્થ :
ભાવનાજ્ઞાનવાળો સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનાર હોય છે, અને દેશકાળને સામે રાખીને પરાનુગ્રહપ્રધાન એવી પ્રવૃત્તિ કરનાર હોય છે.
અહીં ‘પરાનુગ્રહપ્રધાન” કહેવાથી એ પ્રવૃત્તિ સ્વાનુગ્રહ તો કરે જ છે, પણ | મુખ્યત્વે ભાવનાજ્ઞાનસંપન્નની પ્રવૃત્તિથી પરનો અનુગ્રહ થાય છે.
ભાવનાજ્ઞાનસંપન્નની પ્રવૃત્તિથી મુખ્ય રીતે પરાનુગ્રહ થાય છે, તે કઈ રીતે થાય છે તે બતાવે છે –
જેમ પરાનુગ્રહ થાય તે રીતે દેશનાદિમાં પ્રવૃત્તિ કરે, પરંતુ સામાની પરિસ્થિતિ વિચાર્યા વગર માત્ર દેશનાદિમાં યત્ન ન કરે.
પરાનુગ્રહ થાય તેવી દેશનાની પ્રવૃત્તિ કેવી હોય? તે બતાવતાં કહે છે –
આ પુરુષ કોણ છે ? કયા નયથી વાસિત છે ? ઇત્યાદિ આગમને અનુસારે શ્રોતાને જાણીને, જે રીતે શ્રોતાનો ઉપકાર દેખાય, તેને અનુરૂપ ઉત્સર્ગ કે અપવાદપ્રધાન દેશના આપે.
જેમ ઉપદેશકને દેખાય કે આ શ્રોતાને પ્રમાણદેશનાથી યથાર્થ બોધ થશે, તો ઉત્સર્ગપ્રધાન દેશના આપે; કેમ કે ઉત્સર્ગથી પ્રમાણદેશના આપવાની વિધિ છે. પરંતુ કોઇ શ્રોતાને એક નયથી વાસિત જુએ, તો તે શ્રોતામાં અન્ય નય સ્થિર કરવા માટે કોઇ એક નયથી પણ દેશના આપે; તેથી અપવાદદેશનામાં પ્રવૃત્તિ કરે, કે જેથી તે શ્રોતા ઉપર અનુગ્રહ થાય.
આ સિવાય કોઈક સ્થાનમાં યોગ્ય જણાય ત્યારે ઉપદેશક, સ્યાદ્વાદને સમજે તેવી ભૂમિકાવાળો જૈન દર્શનથી વાસિત શ્રોતા હોય તો તેને સ્યાદ્વાદની દેશના આપે. પરંતુ અન્ય દર્શનવાળા તે તે નયથી વાસિત તત્ત્વની જિજ્ઞાસાથી ઉપદેશ સાંભળવા આવ્યા હોય તેને,તે નયને પુષ્ટ કરે તેવી સૂક્ષ્મ યુક્તિઓ બતાવીને પણ તેનામાં વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org