________________
અનુવાદ :
પુત્ત = ષોડશ - અને ષોડશકમાં કહેલું છે -
आद्य इह. ......વાવિત્તિ | - અહીંયાં=ત્રણ જ્ઞાનની વિચારણામાં, જે આધ=શ્રુતજ્ઞાન છે, તેમાં પુરુષને જે બોધ થયો છે તેનો થોડોક રાગ હોવાથી દર્શનગ્રહ થાય છે; અને બીજામાં=ચિંતાજ્ઞાનમાં, ચિંતાના યોગથી ક્યારેય પણ આ=દર્શનગ્રહ, થતો નથી.
चारिचरक..... समरसापत्या || ચરમમાં ત્રીજા જ્ઞાનમાં= ભાવનાજ્ઞાનમાં, ચારિચરક્સંજીવનીઅચરકચારણના વિધાનથી સર્વત્ર હિતા= હિતકારી, પ્રવૃત્તિ છે. કેમ કે સમરસાપત્તિ હોવાને કારણે ગાંભીર્ય પરિણતિ છે. ભાવાર્થ:
(૧) આદ્ય શ્રુતજ્ઞાનમાં પુરુષને જે બોધ થયો છે તેનો થોડોક રાગ હોવાથી દર્શનગ્રહ થાય છે. અહીં થોડોક રાગ હોવાથી એમ કહ્યું, તેનાથી એ કહેવું છે કે, સ્વદર્શનનો થોડો રાગ છે છતાં નિવર્તનીય છે; અને જેને સ્વદર્શનનો તીવ્ર રાગ છે તેનો રાગ અનિવર્તનીય છે, અને તેઓ ગાઢ મિથ્યાદષ્ટિ છે; પરંતુ શ્રુતજ્ઞાનવાળાને સ્વદર્શનનો રાગ અલ્પ છે, તેથી નિવર્તનીય છે. આમ છતાં, તે શ્રુતજ્ઞાનમાં પોતાના દર્શન પ્રત્યેનો પક્ષપાત છે તે હઠરૂપ છે, તેથી તે મોક્ષમાં કારણભૂત હોવા છતાં મિથ્યાત્વ સ્વરૂપ છે.
૩૬૫
(૨) બીજા ચિંતાજ્ઞાનમાં ચિંતાના યોગથી ક્યારેય પણ દર્શનગ્રહ થતો નથી=સ્વદર્શન પ્રત્યેની હઠ હોતી નથી, પરંતુ કેવલ તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત હોય છે. આ ચિંતાજ્ઞાનવાળો બધાં દર્શનો સારાં તેમ માનતો નથી, પરંતુ સર્વ દર્શનોમાં રહેલા તત્ત્વને જ સારૂપે જુએ છે; તેથી સર્વ નયના યથાસ્થાન યોજનવાળું જૈનદર્શન જ તેને એકાંતે સાર દેખાય છે. આમ છતાં તે તે દર્શનની તે તે નયદૃષ્ટિ પણ તેને યથાર્થ દેખાય છે, પણ આ પરદર્શની છે માટે અસાર છે તેમ તે માનતો નથી.
S-૨૬
(૩) ત્રીજા ભાવનાજ્ઞાનમાં ચારિચરકસંજીવનીઅચરકચારણના વિધાનથી સર્વત્ર હિતકારી પ્રવૃત્તિ છે એમ કહ્યું. તેનો ભાવ એ છે કે કોઇ પશુ ચારો ચરતું હોય અને સંજીવની ન ચરતું હોય તેને, સંજીવની ચરાવવાની ક્રિયાથી જેમ પશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org