________________
૩૬૧
ખોટો પક્ષપાત દૂર થવાને કારણે નિર્મળ માર્ગાનુસારી બુદ્ધિરૂપ જીવના ઉપર અનુગ્રહ થાય છે. ભાવાર્થ :
અહીં ચિંતાજ્ઞાનની બે ભૂમિકા ગ્રહણ કરેલી છે. પ્રથમ ભૂમિકામાં ચિંતાજ્ઞાન વિચારરૂપ હોય છે, તેનાથી હઠ ટળે છે; અને ત્યારબાદ હઠ વગર જે વિચાર થાય છે તે અસંક્લેશરૂપ હોય છે. અસંક્લેશવાળા વિચારથી સકળનયસાપેક્ષ બોધ થાય છે, જે ચિંતાજ્ઞાનની બીજી ભૂમિકા છે; અને તેનું કાર્ય એક એક નય પ્રત્યેનો પક્ષપાત ટળે છે, અને પક્ષપાત ટળવાને કારણે સ્યાદ્વાદષ્ટિની પ્રાપ્તિરૂપ જીવના ઉપર અનુગ્રહ થાય છે.
અહીં સકળનયનો સમાવેશ વિવક્ષિત કોઇ સ્થાનને આશ્રયીને યોજવાના પ્રયત્નરૂપ છે, અને તે યોજનથી પક્ષપાતરહિત તે પદાર્થનો બોધ થાય છે. આ રીતનો બોધ થવાને કારણે ધીરે ધીરે અનેક સ્થાનોને આશ્રયીને સમ્યગુ બોધ થાય છે, ત્યારે જીવમાં સ્યાદ્વાદથી પદાર્થને યોજી શકે તેવી નિર્મળ બુદ્ધિ પ્રગટે છે; જે ચિંતાજ્ઞાનની સંપન્ન ભૂમિકા છે, તેને અહીં “સ્વાનુગ્રહથી” ગ્રહણ કરેલ છે.
આનાથી એ ફલિત થયું કે, પ્રથમના ચિંતાજ્ઞાનથી હઠ ટળી, અને હઠ વગરના વિચારથી સકલનયના સમાવેશરૂપ જ્ઞાન થયું, અને તેનાથી સર્વત્ર સ્યાદ્વાદને યોજી શકે તેવી નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થઈ. અનુવાદ :
માવનાજ્ઞાન.....TRIનુBદ થા, = ભાવનાજ્ઞાન તે દેશકાલાદિ ઔચિત્યથી પરાનુગ્રહપ્રધાન છે. તે પરાનુગ્રહપ્રધાન કઈ રીતે છે, તે બતાવે છે –
જેમ પરાનુગ્રહ થાય તેવી રીતે દેશનાદિ કરે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે પરનો અનુગ્રહ થાય તે રીતે દેશના કેવી રીતે થાય ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org