________________
૩૫૮
આનાથી એ પ્રાપ્ત થાય કે, નય એ એક અંશને યથાર્થ ગ્રહણ કરનાર દૃષ્ટિ છે, અને પ્રમાણ એટલે પદાર્થના સર્વ અંશને યથાર્થ ગ્રહણ કરનાર દૃષ્ટિ છે. આમ બતાવીને ગ્રંથકારને એ બતાવવું છે કે, સર્વદર્શનો પણ એક એક અંશને યથાર્થ ગ્રહણ કરનારાં છે, તો પણ તે એક અંશમાં તેઓને પૂર્ણ વસ્તુનો ભ્રમ છે, તે સ્યાદ્વાદની દૃષ્ટિથી ટળી જાય છે; અને પ્રમાણવચન સર્વ અંશોને યથાસ્થાને જોડીને પૂર્ણ વસ્તુનો બોધ કરનાર છે, તેથી તેનું વચન હંમેશાં સત્નરૂપણા કરનાર છે. માટે જ સ્યાદ્વાદના યોજનથી પ્રમાણ વચન આખા જગતને જીતી જાય છે, જ્યારે નયવચન સાચું હોવા છતાં એક અંશમાં પૂર્ણ વસ્તુનો ભ્રમ થવાથી પરસ્પર લડીને એક બીજાની પ્લાનિ કરે છે. II૧૨૧થા અવતરણિકા :
ગાથા-૧૧૭ સુધી સમ્યક્ત્વનાં છ સ્થાનો બતાવ્યાં અને કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ નયપ્રમાણથી સઘળો માર્ગ સાચો જાણે. તેથી તે છ સ્થાનો સાથે નયોનો સંબંધ બતાવવા માટે ગાથા-૧૧૭ માં હાથીના દૃષ્ટાંતથી એકેક નયને પકડનારી મિથ્યાષ્ટિ અને સર્વનયને પકડનારી સમ્યગ્દષ્ટિનો ભેદ બતાવ્યો. ત્યારપછી ગાથા-૧૧૮ માં તે નયરૂપી હાથીઓ નિરંકુશ હોવાથી તત્ત્વનો કઈ રીતે ઉચ્છેદ કરે છે તે બતાવીને, તે નય ઉપર ચાલનારા એકાંતવાદીઓ છ સ્થાનોમાં કોઇ કોઇ સ્થાનોનો ઉચ્છેદ કરે છે તે બતાવ્યું અને સ્યાદ્વાદરૂપ અંકુશવાળા તે નયરૂપી હાથીઓ રાજદરબારમાં શોભા પામે છે તેમ બતાવીને, સમ્યક્ત્વનાં છ સ્થાનોને સ્વીકારીને શોભાની વૃદ્ધિ કરે છે તેમ બતાવ્યું. ત્યાર પછી ગાથા-૧૧૯ માં કયા નયો ઉપર કયું દર્શન ચાલે છે તે બતાવીને, ગાથા-૧૨૦ માં તે નોરૂપી હાથીઓ પરસ્પર લડીને વિનાશ પામે છે, અને સ્યાદ્વાદસાધક તે નયોના ઝઘડામાં ન પડે પરંતુ મધ્યસ્થ રહે છે એમ બતાવીને, મિથ્યાત્વનાં છ સ્થાનોમાં એકેક નય ઉપર ચાલનારા પરસ્પર વિસંવાદ કરીને ઝઘડા કરે છે, ત્યારે સ્યાદ્વાદી તે છે સ્થાનોને સમ્યમ્ યોજીને તે નયવાદના ઝઘડામાં પડતો નથી તે બતાવ્યું. આમ છતાં, સર્વદર્શનો કોઇક કોઇક નય ઉપર ચાલનારાં છે અને તે નયની અપેક્ષાએ તે રત્ન જેવાં છે, તો પણ માળાની શોભા તો ત્યારે જ પામે કે જ્યારે સ્યાદ્વાદરૂપી સૂત્રથી ગૂંથાય, એ પ્રમાણે બતાવ્યું. તેથી એ ફલિત થાય કે, મોક્ષને અનુકૂળ એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org