________________
૩૨૦
કરવું તે દુઃખપ્રાપ્તિનો ઉપાય નથી, પરંતુ ભૂતકાળમાં બંધાયેલા દુઃખના આપાદક કર્મના નાશનો ઉપાય છે. એટલું જ નહિ પણ વિવેકપૂર્વક સહન કરવાથી અધ્યવસાયની વિશુદ્ધિ દ્વારા આત્મામાં રહેલાં અનેક કર્મોના નાશનો ઉપાય છે. તેથી જો દુઃખ અનાદેય હોવાના કારણે દુઃખના સહનને અનાદેય કહેવામાં આવે, તો કર્મ અનાદેય છે તેથી કર્મના નાશરૂપ મોક્ષ પણ અનાદેય થાય. કેમ કે, જેમ દુઃખનાશનો ઉપાય દુઃખસહન કરવું એ હોવા છતાં તે અનાદેય છે, તેમ મોક્ષ પણ અનાદેય કહી શકાય. અર્થાત્ દુઃખની અનાદેયતાને કારણે દુ:ખનાશના ઉપાયને. અનાદેય કહેવું એ જેમ અસંગત છે, તેમ કર્મ અનાદેય હોવાને કારણે કર્મના નાશરૂપ મોક્ષ અનાદેય કહેવો એ અસંગત છે.
અનુવાદ :
સ્વમવમવરથાને..... - અહીં પૂર્વપક્ષી કહે કે, મોક્ષનો ઉપાય એ સ્વભાવસમવસ્થાન છે, અને સ્વભાવસમવસ્થાનમાં દુઃખનો સંકલ્પ કે દુઃખસહનનો સંકલ્પ હોતો નથી. તેને ગ્રંથકાર કહે છે –
મોક્ષે.....તુચન II૧૧૧TI - ઉત્તમ મુનિ મોક્ષ કે ભવમાં સર્વત્ર નિઃસ્પૃહ હોય છે, એ પ્રકારનું વચન હોવાથી, ત્યારે સ્વભાવ સમવસ્થાનમાં, મોક્ષનો સંકલ્પ પણ નથી, એ તુલ્ય છેઃસ્વભાવ સમવસ્થાનરૂપ ઊંચી ભૂમિકામાં દુઃખ સહનનો સંકલ્પ નથી, તેમ મોક્ષનો પણ સંકલ્પ નથી, એ બંને તુલ્ય છે.ll૧૧ વિશેષાર્થ :
સ્વભાવસમવસ્થાન એ નિર્વિકલ્પદશારૂપ છે. તે વખતે ઉપસર્ગો થતા હોય તો પણ મને દુઃખ થાય છે એ પ્રકારનો સંકલ્પ હોતો નથી, અને મોક્ષના અર્થે હું દુઃખ સહન કરું એવો પણ સંકલ્પ હોતો નથી. પરંતુ ઉપસર્ગકાળમાં કાયયોગમાં ઉપયુક્ત હોય તો દુઃખના સંવેદનકાળમાં દુઃખ ચિત્તને વ્યાકુળ ન કરે એ રીતે તત્વમાં ઉપયુક્ત હોય છે કે અન્ય કોઇ પદાર્થના ચિંતવનમાં ચિત્ત ઉપયુક્ત હોય છે, કે જે ઉપયોગમાં મોક્ષ અને સંસાર પ્રત્યે ચિત્ત સમાન વર્તતું હોય છે, અને ધીરે ધીરે અતિશય- અતિશયતર બનતું હોય છે.
વળી સ્વભાવસમવસ્થાનમાં દુઃખ કે દુઃખનો સંકલ્પ નથી એમ કહ્યું, તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org