________________
૩૪૫
તે નિરશ.....સાપન મન; T[૧૧૮] - તેઓ નિરકુશ થઇ નિરપેક્ષ થયેલા ચાલે તો મતવાલા થઇ વેદાંત આદિ વાદમાં પ્રવેશ કરીને અનેક ચાળા કરે છે. હાથી પણ નિરંકુશ=અંકુશ વગરનો, હાટ=દુકાન, ઘર ભાંગે છે, સ્વતંત્ર થયેલો વનમાં ફરે છે, અંકુશથી વશ કરેલો દરબારે છાજે છે, વિવેક ધારણ કરી પટ્ટહસ્તી થઈ ગાજે છે; તેમ નય પણ સ્યાદ્વાદરૂપી અંકુશથી શીખવેલા જિનશાસનરૂપ રાજદ્વારે છાજે છે, અને આપ બળે ગાજે છે. II૧૧૮ ભાવાર્થ :
નય એ પદાર્થને જોવાની એક દૃષ્ટિ છે, અને તેને હાથીની ઉપમા આપી છે. જીવમાં જ્યારે પદાર્થના એકેક અંશને જોનારી દૃષ્ટિ પ્રગટે છે, અને તે દૃષ્ટિથી જીવ ઉન્મત્ત થાય છે, ત્યારે તે પદાર્થના વાસ્તવિક સ્વરૂપને નાશ કરે છે. તેથી કહ્યું કે નયદષ્ટિરૂપ હાથી, એક અંશને ગ્રહણ કરીને તે અંશરૂપ જ પૂર્ણ પદાર્થને સ્થાપવા યત્ન કરે છે, ત્યારે તે ઉન્મત્ત થયેલો છે, અને વસ્તુતત્ત્વરૂપી વૃક્ષનો વિનાશ કરે છે.
જે પદાર્થને જોવામાં ધીર પુરુષ છે, તે અંશગ્રાહી નયદષ્ટિરૂપ હાથીને સર્વજ્ઞના વચનરૂપ સ્યાદ્વાદ, તે રૂ૫ અંકુશ વડે કરીને વશ કરે છે; અર્થાત્ શાસ્ત્રવચનને યથાસ્થાને જોડીને તે તે નયદષ્ટિને સ્વ-સ્વ સ્થાનમાં નિયંત્રિત કરે છે; જેથી દરેક નવો પદાર્થનું યથાર્થ સ્થાન બતાવીને પૂર્ણ વસ્તુનો બોધ કરાવે છે. જ્યારે તે નયદષ્ટિ સર્વજ્ઞના વચનના અંકુશથી રહિત હોય છે, ત્યારે અંકુશ વગરના હાથીની જેમ ચાલે છે, અને પોતપોતાના મતવાળા બને છે. જેમ હાથી અંકુશ વગર અનેક જાતના ચાળા કરે, તેમ તે નયદૃષ્ટિ સ્વસ્થાનને છોડીને અન્ય સ્થાનમાં પણ પોતાનો મત સ્થાપન કરવાના ચાળા કરે છે. તેથી કોઇ વેદાંતવાદમાં પ્રવેશ કરે છે, તો કોઇ સાંખ્યવાદમાં પ્રવેશ કરે છે, એમ જુદા જુદા સ્થાનમાં પ્રવેશ કરે છે.
જેમ હાથી અંકુશ વગરનો હાટ-ઘર વગેરેને ભાંગી નાંખે છે, અને સ્વતંત્ર થયેલો વનમાં ફરે છે, તેમ નયદૃષ્ટિ સ્યાદ્વાદના અંકુશ વગર સન્માર્ગરૂપ પથને ભાંગી નાંખે છે, અને સર્વજ્ઞના વચનથી વિખૂટો થઇને સંસારરૂપી વનમાં ભટકે છે. જ્યારે તે હાથી અંકુશથી દરબારમાં શોભે છે અને વિવેક ધારણ કરીને પટ્ટહસ્તી થઈને ગાજે છે, તેમ નય પણ સ્યાદ્વાદના અંકુશથી શીખેલા હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org