________________
૩૪૩
છે, તે નયવાદની નિંદા નથી; અને તે નય સ્વસ્થાનમાં જે કહે છે તે યથાર્થ છે તેમ પણ કહે છે, પરંતુ તે કથન નયવાદની સ્તવના નથી. કેમ કે નયવાદની સ્તવના એ જ છે કે તે નયને જ સર્વથા સત્ય માનીને તેનું ગુણગાન કરવું. અનુવાદ :
વારા વિના....તિ વવનાત TI૧૧૭TI - વળી દશવૈકાલિકમાં કહ્યું છે કે અવધારણી અને અપ્રીતિને કરનારી ભાષા ન બોલે, તે સદા પૂજ્ય છે. એ પ્રકારનું વચન હોવાથી સમ્યગ્દષ્ટિ કારણ વગર નયભાષા બોલે નહિ. II૧૧ના ભાવાર્થ :
અહીં સમ્યગ્દષ્ટિ ગીતાર્થને ગ્રહણ કરવાના છે. ગીતાર્થ ન હોય તેવા સમ્યગદૃષ્ટિ તત્ત્વની પ્રરૂપણા કરે નહિ, પરંતુ ગીતાર્થ પાસે રહીને જાણવા યત્ન કરે. જે ગીતાર્થ છે તે સામી વ્યક્તિને બોધ કરાવવાના આશયથી પ્રમાણભાષા બોલે, કેમ કે પ્રમાણભાષાથી પદાર્થનો યથાર્થ બોધ થાય છે.
તેને સામે રાખીને દશવૈકાલિકમાં કહ્યું છે કે, અવધારણી ભાષા=એક નયની ભાષા, અને બીજાને અપ્રીતિ કરનારી ભાષા ન બોલે, તે સદા પૂજ્ય છે.
અહીં કારણ વિના નયભાષા ન બોલે એમ કહેવાથી વિશેષ કારણ હોય તો નયભાષા બોલે એ અર્થ પ્રાપ્ત થાય છે. તેથી જ શ્રોતા જ્યારે કોઇ એક નયથી વાસિત હોય તેને યથાર્થ બોધ કરાવવાના આશયથી તેના ક્ષયોપશમાદિને અનુરૂપ કોઇ એક નયથી પણ પ્રરૂપણા કરે. JI૧૧ના અવતરણિકા :
હાથીના દૃષ્ટાંતથી નયવાદી પદાર્થને કઈ રીતે જુએ છે, અને સ્યાદ્વાદી પદાર્થને કઇ રીતે જુએ છે, તે બતાવ્યું. હવે નયવાદ કેવો છે અને સ્યાદ્વાદ કેવો છે તે બતાવવા માટે, એકાંત નયવાદોને હાથીની ઉપમા આપીને, સ્યાદ્વાદને અંકુશની ઉપમા આપીને, અનર્થકારી એવા નયવાદો કઇ રીતે હિતકારી બને છે, તે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org