________________
૩૪૮
પૃથ્વીરૂપ પરમાણુને એકાંત નિત્ય માને છે, અને કાર્યરૂપ ચણુકાદિ પૃથ્વીને એકાંત અનિત્ય માને છે )
બે નયને સ્વીકારવા છતાં તે મિથ્યાત્વ કેમ છે, તે બતાવે છે –
પુત્ર...મિથ્યાત્વમ્,
એક ઠેકાણે પ્રધાનપણાથી ઉભયનયનો
અસ્વીકાર હોવાથી મિથ્યાત્વ છે. અર્થાત્ નૈગમનય ઉપર ચાલનારાં નૈયાયિક અને વૈશેષિકદર્શન મિથ્યાદર્શન છે.
ભાવાર્થ:
-
એક જ વસ્તુમાં દ્રવ્યને પ્રધાન કરીને તે જ દ્રવ્યને નિત્ય કહેવામાં આવે, અને તે જ વસ્તુમાં પર્યાયને પ્રધાન કરીને તે જ દ્રવ્યને અનિત્ય કહેવામાં આવે, ત્યારે એક જ વસ્તુમાં પ્રધાનતાથી ઉભયનયનો અભ્યપગમ=સ્વીકાર, થાય છે. તેથી તે દૃષ્ટિ પ્રમાણરૂપ બને છે, માટે ત્યાં સમ્યક્ત્વ છે. જ્યારે નૈયાયિક એક વસ્તુ પરમાણુરૂપ પૃથ્વીને એકાંત નિત્ય કહે છે, તેથી ત્યાં દ્રવ્યની પ્રધાનતા કરી; અને યણુકાદિ પૃથ્વીને એકાંતે અનિત્ય કહે છે, પરંતુ તે જ પરમાણુરૂપ પૃથ્વીમાં અનિત્યતા કહેતો નથી. તેથી પરમાણુરૂપ પૃથ્વીમાં નિત્યતારૂપ એક જ નયનું પ્રાધાન્ય થયું, અનિત્યતારૂપ નયનું પ્રાધાન્ય ન થયું, અને યણુકરૂપ પૃથ્વીમાં અનિત્યતારૂપ અન્યનયનું પ્રાધાન્ય થયું, નિત્યતારૂપ નયનું પ્રાધાન્ય ન થયું; માટે તેનો મત મિથ્યા છે.
પરમાણુરૂપ પૃથ્વીમાં પરમાણુરૂપ દ્રવ્યની પ્રધાનતા કરીએ તો નિત્યતા છે, અને પરમાણુમાં પરિવર્તન થતાં રૂપ-રસાદિ ભાવોની પ્રધાનતા કરીએ તો અનિત્યતા છે. તે જ રીતે દ્રૂયણુકાદિ પૃથ્વીમાં પુદ્ગલદ્રવ્યની પ્રધાનતા કરીએ તો નિત્યતા છે, અને તેમાં પરિવર્તન થતા ભાવોની પ્રધાનતા કરીએ તો અનિત્યતા છે. આ પ્રકારની સ્યાદ્વાદની દૃષ્ટિ છે. જ્યારે નૈયાયિક એકાંતવાદી હોવાથી પરમાણુરૂપ પૃથ્વીને એકાંતે નિત્ય કહે છે અને મણકાદિ પૃથ્વીને એકાંતે અનિત્ય કહે છે, તેથી નિત્ય-અનિત્યરૂપ બંને નયોને નૈયાયિક માનતો હોવા છતાં મિથ્યાત્વી છે.
તેમનો મત મિથ્યા છે તેમાં સાક્ષી બતાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org