________________
૩૫૩ દાંતને ભાંગે છે, તેમ ક્ષણિકવાદી બૌદ્ધના હુમલાથી એકાંત નિત્યવાદીઓની યુક્તિઓ તૂટે છે, તેથી એકાંત નિત્યવાદીઓનું શરીર જર્જરિત બને છે. અને એકાંત નિત્યવાદીઓ એકાંત ક્ષણિકવાદી ઉપર હુમલો કરીને તેમની યુક્તિઓને તોડે છે, ત્યારે એકાંત ક્ષણિકવાદીની યુક્તિઓ જર્જરિત થાય છે. તેથી બંનેની લડાઇમાં બંને પરસ્પર સ્વપક્ષને નબળો કરે છે. વિશેષાર્થ :
પદાર્થને એકાંત ક્ષણિક માનનાર બૌદ્ધ, અનુગત આત્મા સર્વથા માનતો નથી. તેથી પોતાની પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણમાં એકતાને કારણે તે જ હું છું કે જે બાલ્ય અવસ્થામાં હતો,’ એ પ્રકારની પ્રામાણિક પ્રતીતિ છે, તેની સંગતિ બૌદ્ધમતમાં થતી નથી. અને એકાંત ક્ષણિકવાદના બળથી તેની સંગતિ કરવા માટે તે યત્ન કરે છે, તે અનુભવના બળથી એકાંત નિત્યવાદી તોડે છે.
તે જ રીતે એકાંત નિત્યવાદી, આત્માને અપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર એકસ્વભાવવાળો માને છે; તેને એકાંત ક્ષણિકવાદી પ્રતિક્ષણમાં દેખાતા ભેદને અવલંબીને તોડે છે. તેથી ક્ષણિકવાદના અનુભવના બળથી એકાંત નિત્યવાદીનું શરીર જર્જરિત બને છે. ઉત્થાન :
આ રીતે એકાંત નિત્યવાદી અને એકાંત અનિત્યવાદી, પક્ષપાતી હોવાને કારણે કઈ રીતે પરસ્પર વિનાશ કરે છે તે બતાવ્યું. હવે સર્વનયો પ્રત્યે અપક્ષપાતી એવા સ્યાદ્વાદીઓ શું કરે છે તે બતાવે છે –
અનુવાદ :
ચાવાય.....કાલીન ૨૬૬, - સ્યાદ્વાદસાધક છે તે=વ્યક્તિ, તે લડાઇ=એકાંત ક્ષણિકવાદી અને એકાંત નિત્યવાદીની લડાઇ, જુએ છે; પણ ભગવંત એવો સ્યાદ્વાદી-ગુણવાન એવો સ્યાદ્વાદી, ત્યાં પડતો નથી પણ ઉદાસીન રહે છે.
૩ ૪ - તેમાં સાક્ષી આપતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org