________________
૩૪૦
અને પ્રમાણથી જાણી શકે. પરંતુ તેવી પ્રજ્ઞા ન હોય તો પણ, તત્ત્વની રુચિથી છ સ્થાનોની પરીક્ષા કરતો હોય તેવા સમ્યગ્દષ્ટિને પણ, ભગવાને કહેલા વચનના બળથી પોતાના ક્ષયોપશમને અનુરૂપ ભગવાને કહેલો સઘળો માર્ગ સાચો સૂઝે છે. તેથી વ્યક્ત નય-પ્રમાણરૂપ બોધ નહિ હોવા છતાં, બીજરૂપે તેને અભિમુખ તેનો બોધ હોય છે, જે વિકસીને વ્યક્ત નય-પ્રમાણરૂપ બોધમાં વિશ્રાંત પામે છે.
અનુવાદ :
મિથ્યાવૃષ્ટિ.....રાવરચો માં II૧૧૬ - મિથ્યાદૃષ્ટિ તે એકેક અંશને તત્ત્વ કરીને ગ્રહે છે અને બીજાનો દ્વેષ કરે છે, તે માટે કોઈ રાચશો નહિ.ll૧૧ાા ભાવાર્થ :
મિથ્યાદૃષ્ટિને કોઈક સ્થાનમાં પોતાની વિશેષ રુચિ હોય છે, તેથી તે પદાર્થના, પોતાની રુચિ પ્રમાણેના કોઇક એક અંશને ગ્રહણ કરીને તે અંશને જ તત્ત્વરૂપે સ્વીકારે છે; જ્યારે બીજો કોઇ મિથ્યાદૃષ્ટિ કોઇ બીજા અંશને ગ્રહણ કરીને તત્ત્વરૂપે સ્વીકારે છે; અને પોતાના ગ્રહણ કરેલા તત્ત્વ અંશ કરતાં બીજા અંશમાં દ્વેષ કરે છે, તેથી મિથ્યાષ્ટિનો બોધ જૂઠો છે, માટે તેમાં કોઇ રાચશો નહિ.
અહીં પ્રસ્તુતમાં તેનું યોજન આ પ્રમાણે છે -
છ સ્થાનકોમાંથી નાસ્તિકવાદી આત્માના કોઇ સ્થાનને માનતો નથી; પરંતુ જે લોકો આત્માને શરીરથી પૃથફ માને છે તો પણ આત્માને એકાંત ક્ષણિક કહે છે, તેવા નાસ્તિકો આત્માને સર્વથા નિત્ય સ્વીકારતા નથી, તેથી નિત્ય કહેનારા પ્રત્યે દ્વેષ ધારણ કરે છે. તેમાં કેટલાક આત્માને એકાંતે કર્મનો અકર્તા કહે છે, અને જે આત્માને કર્મનો કર્તા કહે છે તેમના પ્રત્યે દ્વેષ ધારણ કરે છે. આ રીતે જુદાં જુદાં દર્શનો, પ્રસ્તુત છ સ્થાનોને આશ્રયીને પોતાને અભિમત એવા એક અંશને તત્ત્વ કરીને સ્વીકારે છે, અને બીજા પ્રત્યે દ્વેષ કરે છે. માટે તેવા મિથ્યાદૃષ્ટિ મતોમાં રાચશો નહિ, અને સમ્યક પરીક્ષા કરીને છએ સ્થાનોને યથાર્થ યોજવા પ્રયત્ન કરશો, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. I૧૧ાા અવતરણિકા :
પૂર્વ ગાથા-૧૧૭ માં મિથ્યામતિનાં છ સ્થાનો બતાવ્યાં, અને સમ્યગ્દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org