________________
૩૩૯ આમ જ છે=ભગવાને જેમ કહ્યું છે તેમ જ છે, એ પ્રકારના નિર્ણયરૂપ મતિજ્ઞાનની રુચિરૂપ અપાયાંશ સ્વરૂપ છે. ઉત્થાન :
પૂર્વમાં બતાવ્યું કે મતિજ્ઞાનનું અપાયરૂપ જ્ઞાન તે સમ્યક્ત્વ છે. હવે તે જ્ઞાન અંશથી નથી, પરંતુ સર્વાશથી છે, તે બતાવવા માટે કહે છે – અનુવાદ :
પરથાવિષય......સાવો (ારું I- ષસ્થાનવિષય તત્ તત્ પ્રકારક જ્ઞાનથી સમ્યક્ત્વવંત ભગવંત થાય છે. સમ્યગ્દષ્ટિ તે અંશથી કેવલી છે, તેને નયપ્રમાણે કરી સઘળો માર્ગ સાચો સૂઝે છે. ભાવાર્થ :
પૂર્વમાં બતાવેલાં મિથ્યાત્વનાં છ સ્થાનો અને તેનાં વિપરીત સમ્યક્ત્વનાં છ સ્થાનો વિષયક, તે તે પ્રકારક જ્ઞાનથી જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. અર્થાત્ દરેક સ્થાનોને સમ્યક સમજવા પ્રયત્ન કરે તો તે તે સ્થાનોને તે તે રૂપે યથાર્થ સમજે છે, તેનાથી જીવ સમ્યગ્દષ્ટિ બને છે. તે અંશથી સમયગ્દષ્ટિને છયે સ્થાનોનો પરિપૂર્ણ બોધ છે, તેથી સમ્યગ્દષ્ટિને તે અંશથી કેવલી કહ્યા છે.
જેમ કેવલીને સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોનું યથાર્થ જ્ઞાન હોય છે, તેમ સમ્યગ્દષ્ટિને આ છ સ્થાનોનો પરિપૂર્ણ યથાર્થ બોધ છે, માટે સમ્યગ્દષ્ટિ તે અંશથી કેવલી છે. આવા સમ્યગ્દષ્ટિને નય-પ્રમાણે કરીને સઘળો માર્ગ સાચો સૂઝે છે; કેમ કે તત્ત્વની જિજ્ઞાસા હોવાને કારણે જે જે નયની અપેક્ષા છે, તે તે નયની અપેક્ષાએ તે પદાર્થને તેમ જ જોડે છે; અને દરેક નયોને યથાસ્થાને જોડનાર હોવાથી સર્વનયોનો પરિપૂર્ણ યથાર્થ બોધ પણ તેને છે. તેથી સમ્યગ્દષ્ટિને આ છે સ્થાનોને આશ્રયીને પરિપૂર્ણ માર્ગ સાચો સૂઝે છે. વિશેષાર્થ :
સર્વ દર્શન ભણેલો હોય કે નયવાદ જાણતો હોય, દરેક દર્શનને યથાસ્થાને જોડી શકતો હોય તેવો સમ્યગ્દષ્ટિ હોય તો, અવશ્ય આ છયે સ્થાનોને સર્વ નયોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org