________________
૩૩૮
દ્રવ્ય સમ્યકત્વ હોવા છતાં સૂ સમકિત નથી. પરંતુ જે તત્ત્વના પક્ષપાતરૂપ ગુણવાળો જીવ મિથ્યામતિનાં છ સ્થાનકોની સમ્યક પરીક્ષા કરીને છ સ્થાનકોને છોડે છે, તે સાચા સમકિતને પામે છે.
ઉત્થાન :
તે સાચું સમ્યકત્વ કેમ છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – અનુવાદ :
તત્પરીક્ષાચ.....સવિત છવું, - તત્પરીક્ષાજન્ય અપાયરૂપ જ્ઞાન તે જ સમ્યક્ત્વ છે. ભાવાર્થ :
જે વ્યક્તિ તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક મિથ્યાત્વનાં છ સ્થાનોની સમ્યફ પરીક્ષા કરે, અને તેનાથી યથાર્થ નિર્ણયરૂપ જ્ઞાન થાય, તે અપાયરૂપ જ્ઞાન છે; અને તે જ સમકિત છે.
ઉત્થાન :
તેમાં સાક્ષી આપતાં કહે છે -
અનુવાદ :
૨ સમ્પતી - સંમતિ ગ્રંથમાં કહેવાયેલું છે.
વં.....gવ નુત્તો -એ પ્રમાણે=સંમતિગ્રંથની પ્રસ્તુત ગાથાથી પૂર્વની ગાથામાં કહ્યું એ પ્રમાણે, જિનેશ્વરે કહેલા ભાવોને ભાવથી શ્રદ્ધા કરતા પુરુષના આભિનિબોધિક જ્ઞાનમાં=મતિજ્ઞાનમાં, દર્શનશબ્દ=સમ્યગ્દર્શનશબ્દ,યુક્ત થાય છે. ભાવાર્થ -
સંમતિની ગાથાથી એ અર્થ પ્રાપ્ત થાય છે કે, ભગવાને કહેલા ભાવોની સમ્યક પરીક્ષા કરીને “આ આમ જ છે' એ પ્રકારનો જે નિર્ણય છે, તે ભાવથી શ્રદ્ધા છે. આ નિર્ણય એ પુરુષના મતિજ્ઞાનરૂપ અપાયાંશ છે, અને તે મતિજ્ઞાનમાં અપાયાંશમાં સમ્યગ્દર્શન શબ્દ યુક્ત છે, તેથી સમ્યગ્દર્શન એ રૂદ્ર રૂત્યમેવ = આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org