________________
૩૨૩
ઇંધન બળતાં વાર લાગે અને ઇંધન થોડું હોય તો અગ્નિથી શીધ્ર બળી જાય. તેમ મોક્ષનાં કારણ રત્નત્રયી એ અગ્નિ જેવાં છે અને કર્મો ઇંધન જેવાં છે, તેથી જેનાં કર્મો ઘણા કાળના ક્રમથી આવે તેવા હોય તેને રત્નત્રયીથી પણ મોક્ષની પ્રાપ્તિ દીર્ઘકાળે થાય છે, જેમ-ભગવાન ઋષભદેવને દીક્ષા લીધા પછી ૧૦૦૦ વર્ષે કેવળજ્ઞાન થયું. અને જેનાં કર્મો થોડા કાળના ક્રમથી આવે તેવાં હોય, તેને રત્નત્રયીથી શીધ્ર મોક્ષ મળે છે, જેમ મલ્લિનાથ ભગવાનને દીક્ષા લીધી તે જ દિવસે કેવલજ્ઞાન થયું.
આનાથી પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ આ રીતે થાય છે-પૂર્વપક્ષી કહે છે કે મોક્ષનો ઉપાય રત્નત્રયી નથી, પરંતુ જે કાળે મોક્ષ નિયત છે તે કાળે મોક્ષ થાય છે, આથી જ રત્નત્રયીનું સેવન કરવા છતાં ૧૦૦૦ વર્ષ પછી ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયું, અને મલ્લિનાથ ભગવાનને દીક્ષા લીધી તે જ દિવસે કેવલજ્ઞાન થયું. જો રત્નત્રયી જ મોક્ષનું કારણ હોય તો ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થવામાં વિલંબ કેમ થયો ? તેથી નિયતકાળે જ મોક્ષ થાય છે, તેમ માનવું જોઈએ, કષ્ટકારી સંયમની ક્રિયા મોક્ષનું કારણ નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની માન્યતાનું ઉપરના કથનથી નિરાકરણ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ક્રમસર ઘણા કાળે ખપાવવા યોગ્ય કર્મને રત્નત્રયી બહુ કાળે ખપાવે છે, અને થોડા કાળમાં ખપે તેવાં જેનાં કર્મ હોય તેને રત્નત્રયી અલ્પકાળમાં ખપાવે છે. ત્યાં પ્રશ્ન થાય કે, તેવાં કર્મ તે જીવોનાં કેમ થયાં ? તો કહેવું પડે કે, તે જીવોએ પૂર્વમાં તેવો અધ્યવસાય કર્યો, તેથી તેવા કર્મો બંધાયેલ.
ત્યાં પ્રશ્ન થાય કે, તે તે જીવોએ તેવો તેવો જુદો અધ્યવસાય કેમ કર્યો ? તેથી કહેવું પડે કે, તે તે જીવોનો તેવો તેવો તથાસ્વભાવ હતો, કે જેથી તેવો તેવો જુદો જુદો અધ્યવસાય કર્યો. ત્યાં પ્રશ્ન થાય કે, તે તે જીવોનો તેવો તેવો જુદો જુદો તથાસ્વભાવ કેમ છે ? તેથી કહે છે –
અનુવાદ :
તથાRવમાવ....નિયત છ, - તથાસ્વભાવ તે તથાભવ્યતાનિયત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org