________________
૩૨૪
ભાવાર્થ :
દરેક જીવોની તથાભવ્યતા જુદા જુદા પ્રકારની છે, અને તે તે જીવની તથાભવ્યતાથી નિયત તે તે જીવનો તથાસ્વભાવ છે. તે તથાસ્વભાવ પ્રમાણે તેવો પ્રયત્ન કરીને તે જીવ તેવાં જ કર્મો બાંધે છે કે, જેથી કોઈ જીવનાં કર્મો રત્નત્રયીથી ચરમભાવમાં પણ દીર્ઘકાળે જ ખપી શકે, અને વળી બીજો જીવ પોતાના તથાસ્વભાવથી તેવો પ્રયત્ન કરીને પૂર્વમાં તેવાં જ કર્મ બાંધે છે કે જેથી રત્નત્રયીથી ચરમભવમાં પણ તેનાં કર્મો અલ્પકાળમાં ખપી શકે. ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, કર્મનો નાશ રત્નત્રયીથી થાય છે, અને જીવનો તથાસ્વભાવ તથાભવ્યતાથી નિયત છે. તે વાતને જ દઢ કરવા માટે બતાવે છે કે, જો તેમ ન માનીએ, અને પૂર્વપક્ષી કહે છે કે કોઈને રત્નત્રયીથી પણ વિલંબથી મોક્ષ મળે છે અને કોઈને અવિલંબથી મળે છે, તેથી રત્નત્રયી મોક્ષનું કારણ નથી; પણ જે કાળે જે રીતે મોક્ષ થવાનો હોય તે કાળે તે રીતે જ થાય છે, પણ મોક્ષનો કોઈ ઉપાય નથી; તેમ સ્વીકારીએ તો, કર્મનો નાશ ભોગવીને થાય છે તેમ માનવું પડે. અને તેમ માનીએ તો મોક્ષ ક્યારેય થાય નહિ. તે બતાવતાં કહે છે – અનુવાદ :
મોવડું.... નાડું, - ભોગવીને જ કર્મ ખપે તો ક્યારેય કોઇ મોક્ષમાં ન જાય. તેમાં હેતુ કહે છે -
ઘરમશરીરન.... તસમય ઉM નો - ચરમશરીરીને પણ સાસ્વાદનાદિ ગુણસ્થાનકથી માંડીને અપૂર્વકરણ સુધી અંતઃકોટાકોટિનો બંધ છે, અને પ્રતિસમય સાત કે આઠ કર્મનો બંધ થાય છે. ઉત્થાન :
આનાથી એ ફલિત થયું કે, ચરમશરીરી જીવ પણ સાસ્વાદનાદિ ગુણસ્થાનકથી માંડીને અપૂર્વકરણ સુધી અંતઃકોટાકોટિની સ્થિતિ બાંધે છે, અને પ્રતિસમય ૭ કે ૮ કર્મ બાંધે છે, તેથી ભોગવીને કર્મ નાશ થાય તેમ માનીએ તો
ક્યારેય કોઇ જીવ મોક્ષમાં જઇ શકે નહિ; અને મોક્ષપ્રાપ્તિ તો પૂર્વપક્ષીને પણ માન્ય છે, તેથી હવે તેને કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org