________________
૩૨૫
અનુવાદ :
મારું.....સહિ૩ TI૧૧૨II - માટે ક્રમસર યથોચિતકર્મ=ક્રિયા= અનુષ્ઠાન, સાધવાથી જીવ મોક્ષે જાય છે, એમ શ્રદ્ધા કરવી જોઈએ. ll૧૧શા ભાવાર્થ :
જીવ મિથ્યાત્વગુણસ્થાનકમાં તો ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટિ સાગરોપમની કર્મની સ્થિતિ બાંધે છે, પરંતુ ગુણસ્થાનકમાં ચડ્યા પછી ૨ થી ૮ ગુણસ્થાનક સુધી પણ અંતઃકોટાકોટિ સાગરોપમની કર્મની સ્થિતિ બાંધે છે. અને મોક્ષ જે કાળે થવાનો હોય તે કાળે જ થાય છે તેમ સ્વીકારીએ, અને મોક્ષપ્રાપ્તિનો કોઇ ઉપાય નથી તેમ માનીએ, તો જીવે બાંધેલાં કર્મ તેણે ભોગવવાં જ પડે તેમ માનવું પડે. અને ચરમશરીરી જીવ પણ આઠમા ગુણસ્થાનક સુધી અંતઃકોટાકોટિ સ્થિતિ બાંધતો હોય, તો કર્મને બાંધવાનું કામ અટકતું નહિ હોવાથી ભોગવીને ક્યારેય પણ કર્મનો નાશ થઇ શકે નહિ. તેથી કોઇ જીવનો મોક્ષ થતો નથી, તેમ જ માનવું પડે. અને મોક્ષના અનુપાયવાદી પણ મોક્ષને માને છે, તેથી ગ્રંથકાર કહે છે કે, જો તું મોક્ષ સ્વીકારે છે તો ક્રમસર યથોચિત ક્રિયાને સાધવાથી જીવનો મોક્ષ થાય છે, તેમ માનવું જોઈએ. કેમ કે જીવ ક્રમસર યથોચિત ક્રિયા કરીને ઉપર ઉપરના ગુણસ્થાનકમાં ચડે છે, તેથી આગળ જતાં અપૂર્વકરણથી પણ ઉપરના ગુણસ્થાનકમાં જાય છે ત્યારે, કર્મબંધ ઓછો થતો જાય છે, અને પૂર્વમાં સંચિત થયેલા કર્મનો નાશ વધે છે, તેથી જીવ મોક્ષને પામે છે. માટે ઉપાયથી જ કર્મનો નાશ થાય છે, તેમ માનવું ઉચિત છે. II૧૧ાા અવતરણિકા :
પૂર્વમાં મોક્ષનું કારણ રત્નત્રયી છે તેમ સ્થાપન કર્યું, ત્યાં પ્રશ્ન થાય કે, જેમ જીવદળના ભેદથી જ કોઈ તીર્થકર થઈને સિદ્ધ થાય છે, તો કોઈ અતીર્થકર થઈને સિદ્ધ થાય છે, તેથી જેમ સિદ્ધના પંદર ભેદો જીવદળના ભેદથી છે, તેમ જીવદળના ભેદથી જ કોઈને અત્યારે તો કોઈને પછી મોક્ષ થાય છે, તેમ સ્વીકારીએ તો મોક્ષનો ઉપાય માનવાની જરૂરત નથી. તેથી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org