________________
૩૨૮
ઉપનાયક, વિચિત્ર અનંત૨-૫૨૫૨ સિદ્ધાદિ અવસ્થાપર્યાયનું ઉપનાયક એવું તથાભવ્યત્વ, ઇતર કારણ આક્ષેપક પ્રત્યેકબુદ્ધાદિરૂપે મોક્ષ થવામાં મુખ્ય કારણ માનવું.૧૧૩॥
ભાવાર્થ :
દરેક જીવમાં તથાભવ્યત્વ જુદા જુદા પ્રકારનું છે, અને તથાભવ્યત્વ=જેવું કાર્ય થાય તેને અનુરૂપ તેવા પ્રકારનું યોગ્યત્વ.
તથાભવ્યત્વ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે -
જે જીવ અનંત૨ કે પરંપર સિદ્ધાદિ અવસ્થાથી સિદ્ધ થાય, તેની સિદ્ધિ પ્રત્યે તેવા પ્રકારના અનંતર કે પરંપર સિદ્ધાદિ પર્યાયનો તે જીવ ઉપનાયક છે, અર્થાત્ તેવા પર્યાયને પ્રગટ કરનાર છે. અને તે પર્યાયની પ્રાપ્તિનાં કારણભૂત એવાં જુદા જુદા પ્રકારનાં દર્શન-જ્ઞાન અને ચારિત્રની નિષ્પત્તિનો ઉપનાયક=નિષ્પત્તિને કરનાર, તથાભવ્યત્વ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, તથાભવ્યત્વને અનુરૂપ જીવમાં તે તે કાળમાં તે તે પ્રકારનાં દર્શનાદિની સિદ્ધિ થાય છે, અને તેના ફળરૂપે તે તે પ્રકારની અનંતર કે પરંપર સિદ્ધાવસ્થારૂપ પર્યાયની પ્રાપ્તિ થાય છે. આમ છતાં, આ તથાભવ્યત્વ સ્વયં કાર્ય કરતું નથી, પરંતુ ઇતર કારણોનો આક્ષેપ કરીને=ઇતર કારણોને લાવીને, કાર્ય કરે છે. તેથી તથાભવ્યત્વથી કાર્ય થતું હોવા છતાં પુરુષકારાદિ ઇતર કારણો નિરપેક્ષ કાર્ય થતું નથી, માટે મોક્ષની પ્રાપ્તિ તથાભવ્યત્વથી થતી હોવા છતાં પુરુષકારાદિ પણ તેમાં કારણ છે. પુરુષકારાદિ દ્વારા રત્નત્રયી પ્રગટ કરવામાં આવે તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૧૧૩
અવતરણિકા :
પૂર્વ ગાથા-૧૧૩માં સ્થાપન કર્યું કે, દંડાદિ વગર ઘટ થઇ શકે નહિ, તેમ રત્નત્રયી વગર મોક્ષ ક્યારેય થઇ શકે નહિ; તેથી મોક્ષનું કારણ નથી પણ ભવિતવ્યતાથી જ મોક્ષ થાય છે, તેમ કહેવું ઉચિત નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે, જો વ્રતપાલનથી મોક્ષ થતો હોય તો ઘણા વ્રત પાળનારા પણ દુર્ગતિમાં ચાલ્યા ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org