________________
338
છતાં કર્મવૈગુણ્યાદિની પ્રાપ્તિ થાય તો ફળપ્રાપ્તિમાં વ્યભિચાર પ્રાપ્ત થાય. તેથી જ અહીં “સામાન્ય વ્યભિચારથી અનુગત એવી કારણતાનો નિશ્ચય ગ્રહણ કરેલ છે.
અહીં રત્નત્રયી એ કારણ છે, અને કારણતાનો અવચ્છેદક “રત્નત્રયીત્વ' છે, તે લઘુધર્મ છે; અને રત્નત્રયીને કારણ સ્વીકારીને કર્મવૈગુણ્યાદિઅભાવવિશિષ્ટ રત્નત્રયીત્વ ધર્મને કારણતાનો અવચ્છેદક કહીએ, તો ગુરુધર્મ કારણતાનો અવચ્છેદક બને, તેથી તેવા કાર્ય-કારણભાવમાં ગુરુધર્મની આરોપસ્થિતિ પ્રાપ્ત થાય.
• ન્યાયની ભાષામાં લઘુધર્મ કારણતાનો અવચ્છેદક બને એ ગુણરૂપ છે, અને ગુરુધર્મ કારણતાનો અવચ્છેદક બને તે દોષરૂપ છે. અને જેની ઉપસ્થિતિ કરવામાં વિલંબ થાય તે ગુરુધર્મ કહેવાય, અને જેની શીધ્ર ઉપસ્થિતિ થાય તે લઘુધર્મ કહેવાય; અથવા જેનું શરીર=કદ, નાનું હોય તે લઘુધર્મ કહેવાય, અને જેનું શરીર=કદ, મોટું હોય તે ગુરુધર્મ કહેવાય. જેમ પ્રસ્તુતમાં રત્નત્રયીત્વરૂપ ધર્મ એ લઘુધર્મ છે, અને કર્મવૈગુણ્યાદિ અભાવવિશિષ્ટ રત્નત્રયીત્વરૂપ ધર્મ એ ગુરુધર્મ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે ગુરુધર્મના આરોપની સ્થિતિ વગર જ્ઞાનાદિ ત્રણમાં સામાન્ય વ્યભિચારથી અનુગત કારણતાનો નિશ્ચય છે, અને તે કારણતાનો નિશ્ચય તેવા પ્રકારના અન્વય-વ્યતિરેકને કારણે છે. તેથી તે અન્વય-વ્યતિરેક બતાવે છે -
અનુવાદ :
ને મોક્ષ.....સબ્રિગેડુ ગ, - જે મોક્ષે ગયા, જે મોક્ષે જાય છે અને જે મોક્ષે જશે તે જ્ઞાનાદિ ત્રણના સામ્રાજ્યથી જ. તેથી નક્કી થાય છે કે જ્ઞાનાદિ ત્રણ અને મોક્ષ વચ્ચે અન્વય-વ્યતિરેક છે. માટે જ્ઞાનાદિ ત્રણ જ મોક્ષનાં કારણ છે, તે અન્વય-વ્યતિરકેથી નક્કી થાય છે.
ગત વ..... વિયે વેરી છડું- - આથી કરીને જ=રત્નત્રયીમાં અન્વય-વ્યતિરેકથી કારણતાનો નિશ્ચય છે આથી કરીને જ, પ્રકાશ-શોધ-ગુપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org