________________
૩૩૫
દ્વારા જ્ઞાન-તપ અને સંયમની મોક્ષહેતુતા આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૦૩ થી કહી છે. તેનો અર્થ આ પ્રમાણે -
નાળ.....! થાવું, - જ્ઞાન પ્રકાશક, તપ શોધક અને સંયમ ગુપ્તિને કરનાર છે. ત્રણના પણ સમાયોગમાં જિનશાસનમાં મોક્ષ કહેવાયેલો છે. આવશ્યકનિર્યુક્તિની આ ગાથાથી મત વ્ મોક્ષòતુતા એ પ્રકારના ઉપરના કથનની સાથે ‘! થાડું,'નું જોડાણ છે.
ભાવાર્થ :
પૂર્વમાં બતાવ્યું કે રત્નત્રયીની સાથે મોક્ષરૂપ ફળનો અન્વય-વ્યતિરેક છે, તેનાથી રત્નત્રયીમાં કારણતાનો નિશ્ચય થાય છે. એથી કરીને જ, આવશ્યકનિર્યુક્તિમાં જ્ઞાનને પ્રકાશક, તપને શોધક અને સંયમને ગુપ્તિ કરનાર કહીને મોક્ષની હેતુતા કહી છે. ત્યાં પ્રકાશકથી જ્ઞાન-દર્શનનું ગ્રહણ છે, શોધક અને ગુપ્તિ દ્વારા તપ-સંયમનું ગ્રહણ કરીને ચારિત્રને ગ્રહણ કરેલ છે, તેથી રત્નત્રયી જ મોક્ષનું કારણ છે, એમ ફલિત થાય છે.
.....
ઘરની વિશુદ્ધિ માટે પ્રકાશની આવશ્યક્તા હોય છે, તેમ આત્માને સ્વમાં પ્રતિષ્ઠાન ક૨વા માટે જ્ઞાનની આવશ્યક્તા છે. અને ઘરની વિશુદ્ધિ માટે અંદરમાં રહેલા કચરાને બહાર કાઢવામાં આવે છે, તેમ તપથી આત્માનું શોધન થાય છે. અને કચરો આવવાનાં દ્વા૨ોને બંધ ક૨વાથી ઘરની શુદ્ધિ થાય છે, તેમ સંયમથી, આવતાં કર્મોનો અવરોધ થાય છે. તેથી આત્માની પૂર્ણ શુદ્ધિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, રત્નત્રયીના અન્વય-વ્યતિરેકથી કારણતાનો નિશ્ચય થાય છે, તેની જ પુષ્ટિ આવશ્યકનિર્યુક્તિની ગાથાથી કરી. હવે મોક્ષના અનુપાયવાદી જે કહે છે કે “મોક્ષ મેળવવા જેવો છે, પરંતુ મોક્ષ જ્યારે સર્જાયો હશે ત્યારે થવાનો છે, માટે તેના માટે કોઇ પ્રયત્ન કરવાની જરૂર નથી,” તે જ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org