________________
૩૨૨
ભાવાર્થ :
ઈંધન ઘણું હોય તો અગ્નિને બાળતાં વાર લાગે, થોડું ઇંધણ હોય તો તરત બાળે, પરંતુ અગ્નિમાં ઇંધનને બાળવાની શક્તિ છે. તેમ જે જીવનાં કર્મો ઘણાં હોય તે જીવ કર્મને બાળવાના કારણભૂત સંયમની ક્રિયા કરે છે, છતાં ઘણા કાળે કેવલજ્ઞાન થાય છે; અને જે જીવનાં કર્મો થોડાં છે, તેઓ સંયમની ક્રિયા શરૂ કરે કે તરત કેવલજ્ઞાન થાય છે; તો પણ તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કારણોના સેવનથી થયેલી છે, પરંતુ નિયતિમાત્રથી થઈ છે તેમ કહીને સંયમને મોક્ષનું કારણ નથી, તેમ કહી શકાય નહિ. બાલાવબોધ :
घणां इंधन होइ ते घणइ कालिं बलइ, थोडु इंधन होइ ते थोडइ कालइ जलइ, पणि अग्निनी शक्ति अभंग ज छइ, तिम शिवकारण ज्ञानादिकनो संग जाणो; क्रमई बहुकालक्षपणीयनइं साधन बहुकालइ षपावइ, स्तोककालक्षपणीयनइं स्तोककाल, तथास्वभाव ते तथाभव्यतानियत छइ । भोगवइ ज कर्म षपड़ तो कहिइं को मोक्ष न जाइं, चरमशरीरीनइ पणि सास्वादनादिअपूर्वकरणांतनइ अंत:कोटाकोटिबन्ध छई, प्रतिसमय ७-८ नो, माटई क्रमइं यथोचितकर्मसाधनइ जीव मोक्षइ जाइ, इम सद्दहिइ ।।११।। અનુવાદ :
પણ....સં નાખો, - ઘણાં ઇંધન હોય તો ઘણે કાળે બળે, થોડું ઇંધન હોય તો થોડા કાળે બળે, પણ અગ્નિની શક્તિ અભંગ જ છે; તેમ શિવકારણ= મોક્ષનું કારણ, જ્ઞાનાદિકનો સંગ જાણો.
મરું.....તો વાત, - ક્રમસર ઘણા કાળે ક્ષપણીય=ખપાવવા યોગ્ય, કર્મને મોક્ષનું સાધન રત્નત્રયી બહુકાળે ખપાવે છે, અને સ્ટોકકાળ= થોડાકાળે, ક્ષમણીય કર્મને થોડા કાળમાં ખપાવે છે. ભાવાર્થ :
અગ્નિનો સ્વભાવ ઇંધનને બાળવાનો છે. ઇંધન ઘણું હોય તો અગ્નિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org