________________
૩૧૯
પાત ન થાય તેવું હોય છે, તેથી તેમને ગુણવૃદ્ધિ માટે કે ગુણની અસ્મલના માટે ક્રિયાની આવશ્યક્તા નથી. પરંતુ વીતરાગ સિવાય સર્વ સંયમી જીવોએ પણ સંયમમાં વર્તતા ગુણોને ટકાવી રાખવા માટે, અને સંયમના સેવનથી ગુણની વૃદ્ધિ કરવા માટે, ક્રિયા કરવી જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે ક્રિયાનું ફળ ગુણવૃદ્ધિ અને ગુણનું રક્ષણ છે. અનુવાદ :
ગત વ.....કોમ્ | - આથી કરીને જ=કષ્ટ સહન કરવાની ક્રિયાનું ફળ ગુણવૃદ્ધિ અને ગુણનું રક્ષણ છે, આથી કરીને જ, તત્ત્વાર્થસૂત્રમાં કહેવાયેલું છે કે માર્ગના અચ્યવન માટે અને નિર્જરા માટે પરિષદો સહન કરવા જોઈએ.
અહીં માર્ગના અચ્યવનથી ગુણનું રક્ષણ ગ્રહણ થાય છે અને નિર્જરાથી ગુણની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે છે કે દુઃખ આદેય નથી, તેથી દુઃખનું સહન કરવું આદેય છે તેમ કહી શકાય નહિ. તેથી દુઃખ સહનને મોક્ષનું કારણ કઇ રીતે કહી શકાય ? તેથી કહે છે – અનુવાદ -
તુવેરચ....તથા ચાતુ | - દુઃખનું અનાદેયપણું હોવાથી તેના સહનનું દુઃખ સહનનું, અનાદેયપણું છે એમ જો તું કહે, તો કર્મનું અનાદેયપણું હોવાથી તેનો મોક્ષઃકર્મનો મોક્ષઃકર્મનો નાશ, પણ તેવો થાય=અનાદેય થાય. ભાવાર્થ :
પૂર્વપક્ષીનો આશય એ છે કે, મોક્ષના અર્થી જીવો પણ દુ:ખના નાશ માટે જ પ્રયત્ન કરે છે. તેથી દુઃખને કોઇ આદેય સ્વીકારતું નથી, માટે દુઃખનું સહન અનાદેય માનવું જોઈએ. તેથી મોક્ષ માટે દુઃખ સહન કરવું એ ઉપાય ન હોઈ શકે, પરંતુ ધ્યાનાદિ જ મોક્ષના ઉપાય તરીકે સ્વીકારી શકાય. તેને ગ્રંથકાર કહે છે કે, દુઃખ અનાદેય છે તેથી દુઃખપ્રાપ્તિનો ઉપાય અનાદેય હોઇ શકે, પણ દુઃખને સહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org