________________
૨૩૭
ભાવાર્થ :
જીવ જ્યારે તત્ત્વને જાણે છે અને જાણ્યા પછી તત્ત્વથી આત્માને ભાવિત કરે છે ત્યારે ઇંદ્રિયોના વિકારો શાંત થાય છે. તેથી જીવમાં પાંચ ઇંદ્રિયોની પદાર્થવિષયક કુતૂહલવૃત્તિ શાંત થાય છે ત્યારે ઇંદ્રિયવૃત્તિથી રહિત એવું ઉપશમ સુખ પ્રગટે છે. ઇંદ્રિયોની વૃત્તિ શાંત થયેલી હોવાને કારણે જીવનો મનોયોગ સ્વાભાવિક જ ધ્યાનમાં યત્નવાળો હોય છે, અને તે ધ્યાનને કારણે આત્મામાં સ્થિરતારૂપ સમાધિ પ્રગટે છે. તે સમાધિથી કષાયોના ઉપશમરૂપ ઉપશમનું સુખ પ્રગટે છે અને આ જ સુખ જીવ માટે સારરૂપ છે. કેમ કે, સંસારના સુખમાં જેમ વ્યાધિથી પીડાયેલો જીવ દુઃખનો પ્રતીકાર કરે છે અને તેનાથી તેને સુખ થાય છે, તેના જેવું આ સુખ નથી; પરંતુ જીવના પોતાના મૂળ સ્વભાવમાં સ્વસ્થતા પ્રગટ થવાને કારણે થયેલું આ સુખ છે. તેથી ત્યાં સુખનો ઉપચાર નથી, પરંતુ વાસ્તવિક સુખનો અનુભવ છે. જ્યારે સાંસારિક સુખમાં વ્યાધિની હળવાશમાં સુખનો ઉપચાર છે, અને આ ઉપશમનું વાસ્તવિક સુખ છે. તે જ વાત યુક્તિથી બતાવતાં કહે છે -
- તત્ત્વના ભાવનથી એક ક્ષણભર પણ જીવ આત્મામાં જોવા યત્ન કરે, તો અનુભવથી તે ઉપશમનું સુખ જોઈ શકે તેમ છે. રાગ-દ્વેષ સત્તામાં પડેલા હોય છે અને જીવ તેને પ્રવર્તાવવામાં ઉપયુક્ત હોય છે, પરંતુ એક ક્ષણભર પણ સાવચેત થઇને વિષયોમાં પ્રવર્તતા રાગ-દ્વેષનો નિરોધ કરીને આત્મામાં વર્તતી સ્વસ્થતાને જોવા યત્ન કરે, તો સ્વાનુભવથી ઉપશમસુખનો અનુભવ કરી શકે છે; અને તે ઉપશમસુખના પ્રકર્ષરૂપ મોક્ષ છે, તેથી મોક્ષમાં સુખ છે.
ઉપશમસુખ સાર છે તેમાં પ્રશમરતિ ગ્રંથની સાક્ષી આપી તેનો ભાવ એ છે કે, સ્વર્ગ સાક્ષાત્ દેખાતું નથી. શાસ્ત્રના વર્ણનથી તેનું જ્ઞાન થાય છે તેથી પરોક્ષ શ્રુતરૂપ શાસ્ત્રથી સ્વર્ગસુખ જાણી શકાય છે, માટે સ્વર્ગસુખ પરોક્ષ છે.
મોક્ષસુખ અત્યંત પરોક્ષ જ છે એમ કહ્યું, તેનાથી એ કહેવું છે કે, જેમ સ્વર્ગનાં સુખો શાસ્ત્રના વર્ણનથી જણાય છે, તેમ મોક્ષનું સુખ પણ શાસ્ત્રના વર્ણનથી જણાય છે. આમ છતાં, સ્વર્ગનાં સુખોનું વર્ણન કરતાં કહેવામાં આવે છે કે, સ્વર્ગમાં સુંદર અપ્સરાઓ, સુંદર રત્નો, સુંદર અલંકારો આદિ છે, એ વર્ણનથી પરોક્ષ એવાં સ્વર્ગનાં સુખોની જીવને કાંઇક કલ્પના થઈ શકે છે. જ્યારે
S-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org