________________
અનુવાદ :
મરેવા.....અંતઋતુ સિદ્ધ થયાં, - મરુદેવા . માતા અનાદિ વનસ્પતિમાં=નિગોદમાં હતાં, ત્યાંથી પ્રત્યેક વનસ્પતિમાં આવ્યાં અને પ્રત્યેક વનસ્પતિમાંથી નીકળીને સીધાં મરુદેવા માતારૂપે થયાં, તેથી કોઈ ભવમાં ધર્મ પામ્યાં ન હતાં. અને મરુદેવા માતાના ભવમાં પણ ક્રિયારૂપ ચારિત્ર પામ્યા વગર ભગવાનના દર્શનના કારણે મન-વચન-કાયાના ત્રણે યોગો આત્માના ભાવમાં સ્થિર થયા, તેથી જ કેવલજ્ઞાન થયું; અને કેવલજ્ઞાન થતાંની સાથે જ યોગનિરોધ કરીને સિદ્ધ થયાં. તેથી તેઓ અંતકૃત્ સિદ્ધ થયાં.
ભાવાર્થ :
૨૦૯
ઉપરોક્ત કથનથી એ પ્રાપ્ત થાય છે કે, ક્રિયારૂપ ચારિત્ર એ મોક્ષનું કારણ નથી, અને કોઈ ધર્મનું સેવન કરે તે પણ મોક્ષનું કારણ નથી; કેમ કે ધર્મની આચરણાનું સેવન કે ક્રિયારૂપ ચારિત્ર મોક્ષનું કારણ હોય, તો તેના વગર મરુદેવામાતા કેવલજ્ઞાન પામી શકે નહિ.
તો પ્રશ્ન થાય કે, તેઓ મોક્ષ શેનાથી પામ્યાં ? તો પૂર્વપક્ષીને કહેવું છે કે, જ્યારે મરુદેવા માતાનો મોક્ષ સર્જાયો હતો ત્યારે ભગવાનનાં દર્શનથી તેઓમાં યોગથૈર્ય પ્રગટ્યું અને સિદ્ધ થયાં. માટે મોક્ષરૂપ કાર્યના અર્થીએ ધર્મની ક્રિયાઓમાં યત્ન કરવો જોઈએ, એમ કહી શકાય નહિ. પરંતુ જ્યારે જેનો મોક્ષ સર્જાયો હશે, ત્યારે તે મોક્ષમાં મરુદેવાદિની જેમ જશે.
ઉત્થાન :
હવે બીજા દૃષ્ટાંતથી કેવલજ્ઞાનમાં ધર્મની ક્રિયાઓ કારણ નથી, તે બતાવે છે -
અનુવાદ :
મતત્ત્વવર્તી.....જ્ઞાન પામ્યા, ભરતચક્રવર્તી દીક્ષા લીધા વગર ભાવનાના બળથી આરીસાભુવનમાં જ્ઞાન પામ્યા. તેથી જ્યારે મોક્ષ પ્રાપ્ત થવાનો હોય ત્યારે ક્રિયા કરનાર કે ક્રિયા નહિ કરનાર મોક્ષને અનુકૂળ પરિણામવાળો બને છે, અને મોક્ષમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org