________________
૩૧૧
ઉત્થાન :
અહીં કોઇને પ્રશ્ન થાય કે, ભરતાદિ ભાવનાથી મોક્ષમાં ગયા તે છીંડીપંથ હોવા છતાં મુક્તિનું કારણ તો છે જ, અને નિગ્રંથની ક્રિયા રાજમાર્ગ હોવા છતાં અતિકષ્ટસાધ્ય એવી ક્રિયારૂપ છે, તેથી અતિકષ્ટકારી ક્રિયાને ન કરતાં ભરતાદિ વડે સેવાયેલા માર્ગ ઉપર કોઇ જાય તો શું વાંધો ? તેથી કહે છે –
અનુવાદ :
શ્રોફ હરિ.....વ્યવહાર છઠ્ઠ | - કોઇ ઉત્પથ=આડા માર્ગે, જતાં ઊગર્યા, લૂંટાણા નહિ, તો પણ ભર્યો માર્ગ છોડાય નહિ; એ પ્રકારનો શુદ્ધ વ્યવહાર છે. ભાવાર્થ :
ભરતાદિ બાહ્ય ક્રિયા વગર આરીસાભુવનમાં ભાવનાના બળથી કેવળજ્ઞાનને પામ્યા તે માર્ગ અતિવિષમ છે; કેમ કે બાહ્ય ક્રિયાના આલંબન વગર નિર્લેપદશાને પ્રાપ્ત કરવી અતિદુષ્કર છે. આમ છતાં, ભરતાદિ પૂર્વભવના અભ્યાસને કારણે ભાવનાના બળથી નિર્લેપદશાને પામી શક્યા, પરંતુ રાજમાર્ગ એ નિગ્રંથ સાધુની ક્રિયારૂપ છે. કેમ કે મોટાભાગના જીવો નિગ્રંથ એવા સાધુને ઉચિત એવી ક્રિયાઓ કરીને નિર્લેપદશાને પામે છે. આમ છતાં, કોઇક વ્યક્તિ આડા માર્ગે ગયો અને લૂંટાયા વગર પહોંચી ગયો, એટલામાત્રથી સ્થાને પહોંચવાનો અર્થી લોકોના અવરજવરવાળા માર્ગને છોડીને આડામાર્ગે જવાનું પસંદ કરે નહિ; કેમ કે તેવા સ્થાનોમાં લૂંટાવાનો પૂરો ભય રહેલો છે. તેમ જેઓ નિગ્રંથની ક્રિયાઓને છોડીને ભરતાદિનું અવલંબન લઇને ભાવનામાર્ગમાં યત્ન કરે છે, તેઓ ક્રિયાનું આલંબન નહિ હોવાને કારણે ફક્ત ભાવના કરતા બેઠેલા હોય છે; પરંતુ તે ભાવનાના બળથી નિર્લેપદશાને પામી શક્તા નથી. જેમ આડા માર્ગે કોઈ મુસાફર ઊતરી જાય તો ત્યાં રક્ષણનું સાધન નહિ હોવાથી પ્રાયઃ લૂટાય છે, તેમ બાહ્યક્રિયાનું આલંબન નહિ હોવાથી, શબ્દોથી કરાયેલી ભાવના જીવને નિર્લેપદશા તરફ લઈ જવામાં સહાયક બનતી નથી; અને જીવને ભ્રમ થાય છે કે ભરતાદિની જેમ હું પણ મોક્ષને પામીશ. તેવા જીવો વસ્તુતઃ નિર્લેપદશાને પામ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org