________________
૩૧૨
વગર, ફક્ત શબ્દોની વિચારણા કરીને, પ્રાપ્ત થયેલો દુર્લભ મનુષ્યભવ નિર્લેપદશાને પ્રગટ કરવામાં યોજી શક્યા નહિ; તેથી મનુષ્યભવને ખોઇ નાંખ્યો અને મનુષ્યભવના ફળને પામ્યા નહિ. તેથી લૂંટાયા વગર સ્થાને પહોંચવું હોય તેમણે ભગવાને કહેલી નિગ્રંથ સાધુની ક્રિયામાં યત્ન કરવો જોઈએ. કેમ કે ઘણા લોકો આ માર્ગના બળથી જ નિર્લેપ બન્યા છે, એ પ્રકારનો શુદ્ધ વ્યવહાર છે. વિશેષાર્થ :
નિગ્રંથની ક્રિયાઓ નિર્લેપ થવામાં પ્રબળ આલંબનભૂત છે. તેથી જેઓ નિગ્રંથની ક્રિયામાં યત્ન કરીને પણ નિર્લેપ થઈ ન શકતા હોય, તેઓ તે ક્રિયાના આલંબન વગર નિર્લેપ થવા માટે યત્ન કઈ રીતે કરી શકે ? અર્થાત્ ન કરી શકે.
વસ્તુતઃ નિર્લેપ થવાનો સરળ માર્ગ નિગ્રંથની ઉચિત ક્રિયાઓ છે. આમ છતાં, કોઇક આવે તેવી ક્રિયાનું આલંબન ન લીધું હોય, છતાં અંતરંગ તેવા પ્રકારના ઉપયોગના પ્રકર્ષથી નિર્લેપતાનો ભાવ પ્રગટ્યો હોય, એટલામાત્રથી તેનું અવલંબન લઈને નિર્લેપ થવા માટે પ્રયત્ન થઇ શકે નહિ. કેમ કે બાહ્ય આલંબનથી પણ અંતરંગ ભાવ પેદા કરવા દુષ્કર દેખાય તેવા જીવોને, બાહ્ય આલંબન વગર તેવા ભાવ થઈ શકે નહિ. આથી જ ભરતાદિ વડે સેવાયેલો માર્ગ અતિવિષમ માર્ગ છે કે, જે માર્ગ ઉપર સામાન્ય જીવો ચાલી શકે નહિ, જ્યારે રાજમાર્ગ ઉપર ઘણા જીવો ચાલીને મોક્ષને પામે છે. અનુવાદ :
- ગત વ.....હા છ | - આથી કરીને જ ભરતાદિનું અવલંબન લઇને ક્રિયાનો જેઓ ઉચ્છેદ કરે છે, તેઓને શાસ્ત્રકારોએ મહાપાતકી કહ્યા છે. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે નિર્ચથક્રિયા એ જ રાજપથ છે, અને એને છોડવો નહિ એ જ શુદ્ધ વ્યવહાર છે. આથી કરીને જ જેઓ શુદ્ધ વ્યવહારને માન્ય એવા રાજમાર્ગને છોડીને ભરતાદિનું આલંબન લઈને સ્વયં ક્રિયા કરતા નથી; અને બીજાને પણ કહે છે કે ક્રિયા વગર ભરતાદિ મોક્ષમાં ગયા, તેથી મોક્ષમાં જવાનો માર્ગ નિર્લેપ થવાને અનુકૂળ ભાવના કરવી તે છે, પરંતુ બાહ્ય ક્રિયાનું સેવન નહિ; તેઓ ક્રિયાઓનો ઉચ્છેદ કરીને મહાપાપ કરે છે, તેમ શાસ્ત્રકારો કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org