________________
૨૮૨
ભાવાર્થ :- પૂર્વપક્ષીનો કહેવાનો ભાવ એ છે કે, મોક્ષની પ્રાપ્તિ ભવિતવ્યતાથી થાય છે, અને જે વ્યક્તિ સંયમનું કષ્ટ ભોગવે છે તે મોક્ષનું કારણ નથી, પરંતુ વેદનીયાદિ કર્મ કષ્ટપ્રાપ્તિનું નિમિત્તકારણ છે. તે જ વાતને દૃષ્ટાંતથી બતાવે છે – ભગવાન મહાવીરને ઘણા ઉપસર્ગો થયા તેનું કારણ તેમનાં વેદનીયાદિ કર્મો હતાં, અને ભગવાન મલ્લિનાથ આદિને કોઇ ઉપસર્ગ વગર કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, તેનું કારણ તેમને તેવા કોઈ વેદનીયાદિ કર્મો ન હતાં. તેથી કષ્ટો વેઠવાં તે મોક્ષનો ઉપાય નથી, પરંતુ ભવિતવ્યતા પ્રમાણે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉત્થાન :
+ પૂર્વમાં સ્થાપન કર્યું કે, વેદનીયાદિ કર્મોના નિમિત્તે મહાવીર ભગવાને ઘણા ઉપસર્ગો સહન કર્યા, અને મલ્લિનાથ ભગવાનને તેવાં કર્મ ન હતાં તેથી ઉપસર્ગો સહન ન ર્ષ્યા, અને જેવી તેમની ભવિતવ્યતા હતી તે પ્રકારે તેઓને મોક્ષપ્રાપ્તિ થઈ; તેથી સાધના એ મોક્ષનો ઉપાય નથી, પરંતુ ભવિતવ્યતાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. તો પ્રશ્ન થાય કે મોક્ષની પ્રાપ્તિ વીર ભગવાનને ૧૨ વર્ષ સુધી ઉપસર્ગાદિ સહન કરવા દ્વારા થઈ, અને મલ્લિનાથ ભગવાનને કોઇ ઉપસર્ગ વિના દીક્ષા લીધા પછી તરત મોક્ષપ્રાપ્તિ થઈ, એ રૂપ સાધ્યની વિચિત્રતા કોનાથી થઈ ? તેથી કહે છે -
અનુવાદ -
નિયતિ વિના...તિતવિસ્તાયામ્ HI૧૦૧ - નિયતિ વગર વિચિત્ર સાધ્ય હોય નહિ. આથી કરીને જ તથાભવ્યતાને કારણે પ્રત્યેકબુદ્ધસિદ્ધાદિ ભેદ છે, એ પ્રકારે લલિતવિસ્તરામાં કહેલ છે. I૧૦ના ભાવાર્થ :
વીરભગવાનને ઘણા ઉપસર્ગો સહન કરીને મોક્ષમાં જવું તેવા પ્રકારની ભવિતવ્યતા હતી, તેથી જ પૂર્વભવમાં તેવા પ્રકારનાં વેદનીયાદિ કર્મો વીરભગવાને બાંધેલાં; અને મલ્લિનાથ ભગવાનને કોઈ ઉપસર્ગો સહન કર્યા વગર મોક્ષમાં જવું તેવી ભવિતવ્યતા હતી, તેથી તેવાં વેદનીયાદિ કર્મો મલ્લિનાથ ભગવાને બાંધ્યાં
:
- *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org