________________
૩૦૭
નહિ. માટે પ્રથમ ગુણ, ગુણ વગર થાય છે, અને ઉત્તરના ગુણો ગુણથી થાય છે, એ પ્રકારનું તાત્પર્ય છે. ભાવાર્થ :
અપુનબંધકાદિની ક્રિયા તે પૂર્વસેવારૂપ છે, એનો આશય એ છે કે, મોક્ષમાર્ગની ક્રિયા રત્નત્રયીની ક્રિયાથી પ્રારંભ થાય છે, અને તેની પૂર્વની ક્રિયા તે પૂર્વસેવારૂપ છે.
અહીં અપુનબંધકાદિમાં “આદિ પદથી માર્ગાનુસારી, માર્ગપતિતનું ગ્રહણ કરવું છે; અને તેઓની તે ક્રિયા રત્નત્રયીની પ્રાપ્તિની પૂર્વભૂમિકારૂપ છે, તેથી તે પૂર્વસેવા મૃદુતર કાર્ય છે અર્થાત્ સરળ કાર્ય છે; માટે તેમાં કોઈ ગુણ પ્રાપ્ત ન થયો હોય તો પણ જીવમાં અપુનબંધકાદિની ક્રિયા પ્રગટ થઇ શકે છે. અને તે કાર્ય તત્કાળમાં થાય છે એમ કહ્યું એનાથી એ કહેવું છે કે, જ્યારે જીવની ભવસ્થિતિ પાકે છે ત્યારે તે કાળમાં જીવમાં અપુનબંધકાદિની ક્રિયા ગુણ વિના પ્રગટે છે, પણ ભવસ્થિતિનો પરિપાક થયા પૂર્વે નહિ; પરંતુ મોક્ષમાર્ગની ક્રિયા તો રત્નત્રયીના સેવનરૂપ છે, અને તે ગરિષ્ઠસિદ્ધિ છે, તે ગુણ વગર પ્રગટે નહિ. માટે અપુનબંધકાદિના ગુણ પ્રગટ્યા પછી મોક્ષમાર્ગના સેવનરૂપ ગરિષ્ઠસિદ્ધિ ગુણ પ્રગટી શકે તે માટે ગુણમાં યત્ન કરવો જોઈએ.
જેમ મહાવિદ્યાની સિદ્ધિ કરવા કોઈ પ્રયત્ન કરતો હોય ત્યાં વૈતાલાદિ ઉપદ્રવો ઊઠે છે, તેમ મોક્ષમાર્ગના સેવનરૂપ ઉત્કૃષ્ટ ગુણની સિદ્ધિમાં ઘણાં વિઘ્નો આવે છે, અને તે વિઘ્નો સાત્ત્વિકતાદિ ગુણ વગર ટળી શકે નહિ. માટે મોક્ષમાર્ગના સેવનની ક્રિયામાં યત્ન કરવાથી આગળના ગુણો ખીલે છે; અને મોક્ષ એ ગુણનું કાર્ય છે, તેથી તે પણ ગુણ વગર પ્રગટે નહિ. એ પ્રકારનો કથનનો ભાવ છે. વિશેષાર્થ :
જેમ કોઈ મહાવિદ્યા સાધતો હોય તો તે વખતે વૈતાલાદિ ઉપદ્રવો ઊઠે, અને તેને દૂર કરવા માટે સાત્વિક જીવો જ સમર્થ બને, તેથી તેવા જીવોને વિદ્યાની સિદ્ધિ થાય છે; તેમ તત્ત્વનો બોધ થયા પછી તત્ત્વમાર્ગમાં ચાલવાની ઇચ્છા થાય, અને તેના માટે દેશવિરતિ કે સર્વવિરતિ કોઇ ગ્રહણ કરે, અને સમ્યકત્વનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org