________________
૩૦૮
સ્વીકાર કરે, તો પણ તે સ્વીકારાયેલા વ્રતની ઉચિત પ્રવૃત્તિમાં સુદઢ યત્ન સાત્ત્વિક જીવો જ કરી શકે છે.
જેમનામાં તેવું સત્ત્વ નથી તેમને, તે પ્રવૃત્તિમાં વિજ્ઞભૂત અંતરંગ ભોગના સંસ્કારો, બહિરંગ બાહ્ય નિમિત્તો, ઇંદ્રિયોની ચંચળતા આદિ વિઘ્નો ઊઠે છે, જેના કારણે તે પ્રકારના ગુણો પ્રગટ થતા નથી; તેથી ઉપરના ગુણોને ખીલવવા માટે આવતાં વિદ્ગોને દૂર કરવામાં પ્રથમ ગુણની આવશ્યક્તા છે.અને અપુનબંધક થયેલો જીવ પ્રથમ ગુણને સહજ મેળવે છે, તેથી જ તે અપુનબંધક જીવ જ આગળના ગુણની ક્રિયાઓને કરીને તે વિઘ્નોને દૂર કરી શકે છે, અને ઉપર ઉપરના ગુણને પ્રગટ કરી શકે છે. અને જેમને પ્રથમ ગુણ પ્રગટ્યો નથી, તેવા જીવોમાં ભવનો અભિન્કંગ હોવાથી, ઉત્કૃષ્ટ ગુણની સાધક એવી ક્રિયા તેઓ સમ્યફ કરી શકતા નથી, તેથી તે ક્રિયાઓ દ્વારા ગુણો પ્રગટતા નથી.
અનુવાદ :- -
ગત વ.....(રા)ન્યો છ, - આથી કરીને જ=પૂર્વમાં કહ્યું કે અપુનબંધકની ક્રિયા ગુણ વગર થાય છે, અને ઉત્કૃષ્ટ ગુણની સિદ્ધિ ગુણ વગર થાય નહિ, આથી કરીને જ, અમદમાદિમંતને અધિકારિતા, અને અધિકારિતાને જાણીને માર્ગની પ્રવૃત્તિથી શમદમાદિની સંપત્તિ, એ અન્યોન્યાશ્રયદોષ શાસ્ત્રકારે ટાળ્યો છે. તે કઇ રીતે ટાળ્યો છે તે બતાવે છે –
અત્પરામ-રારિ..... મઝાયડું ||૧૦૨II - અલ્પશમદમાદિમંતને અધિકારિતા, અને તમાર્ગની) પ્રવૃત્તિથી વિશિષ્ટ સમાદિની સિદ્ધિ, એ અભિપ્રાયથી શાસ્ત્રકારે અન્યોન્યાશ્રયદોષ ટાળ્યો છે. I૧૦૯ ભાવાર્થ :
અલ્પશમદમાદિ એ ગુણ વગર પ્રગટે છે, તેથી અમદમાદિમતને અધિકારિતા એ સ્થાનમાં અલ્પશમદમાદિને ગ્રહણ કરવાના છે. અને જે વ્યક્તિમાં અલ્પશમદમાદિ વર્તતા હોય તેમાં અધિકારિતા પ્રગટી છે, અને તેને જાણીને તે માર્ગમાં પ્રવૃત્તિ કરે તો વિશિષ્ટ શમદમાદિ પ્રાપ્ત થાય છે; તેથી અન્યોન્યાશ્રય દોષ આવતો નથી, એમ શાસ્ત્રકાર કહે છે. અને જો એમ માનવામાં આવે કે, પ્રથમ ગુણ પણ પ્રયત્નથી જ પ્રગટે છે તો અન્યોન્યાશ્રય દોષ પ્રાપ્ત થાય. તે આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org