________________
૩૦૫ પણ દૂર દૂર પુદ્ગલપરાવર્તમાં અનિવર્તનીય હોય છે, અને ચરમાવર્તમાં નિવર્તન પામે તેવી હોય છે. તેથી ચરમાવર્તમાં આવેલો જીવ, તે રાગ-દ્વેષ અને મોહની પરિણતિને ક્રમે કરી નાશ કરીને વીતરાગ પણ થાય છે.
ભવસ્થિતિનો પરિપાક, કાળનો પરિપાક અને આત્મનિષ્ઠ તથાભવ્યતાનો પર્યાય=કાર્ય, આ ત્રણે એકાર્યવાચી છે. તે આ રીતે –
જીવનો ધર્મને અનુકૂળ કાળ પાકે છે તે કાળપરિપાક છે, અને આ કાળ પાકે એટલે સંસાર ચાલે તેવી જીવમાં જે સ્થિતિ હતી તે ગઇ. તેથી ભવસ્થિતિપરિપાક અને કાળપરિપાક એકાર્યવાચી છે. અને આત્મામાં તેવા પ્રકારનું ભવ્યત્વ=જેવા પ્રકારનું કાર્ય થાય તેવા પ્રકારનું ભવ્યત્વ, તે તથાભવ્યત્વ છે. અહીં પ્રસ્તુતમાં પ્રથમ ગુણ પ્રગટે તેવા પ્રકારનું ભવ્યત્વ તે તથાભવ્યત્વ છે. આ પ્રથમ ગુણ પ્રગટ્યો ત્યારે તત્ત્વને ઝીલવાની જે લાયકાત થઇ, તે તથાભવ્યત્વનું કાર્ય છે, અને તે ભવસ્થિતિના પરિપાકરૂપ છે. I૧૦૮ અવતરણિકા -
પૂર્વ ગાથા-૧૦૭ માં કહ્યું કે, ભવસ્થિતિના પરિપાકથી પ્રથમ ગુણ થાય છે, અને પછીના ગુણો ગુણથી પ્રગટે છે, માટે ગુણના કાર્યરૂપ મોક્ષ માટે ગુણમાં યત્ન કરવો જોઈએ.
ત્યારપછી ગાથા-૧૦૮ માં દૃષ્ટાંતથી પ્રથમ ગુણ, ગુણ વગર કેમ પ્રગટે છે, અને પ્રથમ ગુણ પ્રગટ્યા પછી, પછીના ગુણો પ્રયત્નથી કેમ પ્રગટે છે તે બતાવ્યું. હવે અન્ય રીતે પ્રથમ ગુણ, ગુણ વગર કેમ પ્રગટે છે, અને પછીના ગુણો પ્રયત્નથી કેમ પ્રગટે છે, તે બતાવે છે – વિશેષાર્થ :
જૈનશાસન સ્યાદ્વાદરૂપ છે. તેથી એક અપેક્ષાએ પ્રથમ ગુણ, ગુણ વગર કેમ પ્રગટ્યો તેનું સમાધાન કર્યા પછી, અન્ય અપેક્ષાએ પ્રથમ ગુણ, ગુણ વગર કેમ પ્રગટે છે, અને પછીના ગુણો કેમ નહિ ? એ બતાવે તેમાં દોષ નથી; કેમ કે ભિન્ન ભિન્ન નયની દૃષ્ટિથી પદાર્થ ભિન્ન ભિન્નરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org