________________
૩૦૦
અનુવાદ -
ગુણ વિના.....મિ થા? - રત્નત્રયીરૂપ ગુણ વગર ગુણના કાર્યરૂપ મોક્ષ કઇ રીતે થઈ શકે ? અર્થાત્ ન થાય. ભાવાર્થ :
મોક્ષ એ કર્મના નાશરૂપ છે, અને કર્મનો નાશ જીવમાં પ્રગટ થતા પૂર્ણ ગુણથી થાય છે; એટલે ગુણનું કાર્ય મોક્ષ છે. અને જે ગુણનું કાર્ય હોય તે ગુણ વગર થઈ શકે નહિ, માટે ગુણના કાર્યરૂપ મોક્ષના અર્થીએ મોક્ષના ઉપાયભૂત એવી રત્નત્રયીમાં યત્ન કરવો જોઈએ.
અહીં વિશેષ એ છે કે, પ્રથમ ગુણ પછીના બધા ગુણો ગુણના કાર્યરૂપ છે, અને પૂર્ણ ગુણરૂપ મોક્ષ પણ ગુણનું જ કાર્ય છે. ' ઉત્થાન :
પ્રસ્તુત ગાથા-૧૦૭ નું તાત્પર્ય સંસ્કૃતમાં સંક્ષેપથી બતાવે છે – અનુવાદ - | સ્વાધ્યહિતો............તિ તત્ત્વમ્ II૧૦૭TI - સ્વ=પ્રથમ ગુણ, જે ભવસ્થિતિના પરિપાકથી થયેલ છે, તેનાથી અવ્યવહિત ઉત્તરમાં ઉત્પત્તિ છે જેને, તે બીજો ગુણ જે “સ્વાવ્યોત્તરોત્પત્તિ' છે, અને તે બીજા ગુણમાં ‘સ્વાવ્યવડિતોત્તરોત્પત્તિવ' છે, એ સંબંધથી પ્રથમ ગુણ બીજા ગુણમાં રહે છે.
અહીં બે ભિન્ન વ્યક્તિને ગ્રહણ કરીએ તો, અન્ય વ્યક્તિનો પ્રથમ ગુણ અન્ય બીજી વ્યક્તિના દ્વિતીય ગુણમાં વાવ્યવહતોત્તરોત્પત્તિવત્ત સંબંધથી રહી શકે છે, તેના નિવારણાર્થે સંબંધની કુક્ષિમાં સ્વસામાનવિરથ’ નો પ્રવેશ છે. સ્વ=પ્રથમ ગુણ, એનો અધિકરણ જે આત્મા, તે જ આત્મારૂપ અધિકરણમાં રહેલો જે બીજો ગુણ, તે સ્વસમાવિવાર છે. અને તે ગુણમાં સ્વસામાનધિકરણ' છે. અને તે સંબંધથી સ્વ=પ્રથમ ગુણ, બીજા ગુણમાં રહેલ છે. તેથી આ બે સંબંધથી પ્રથમ ગુણવિશિષ્ટ બીજો ગુણ છે, અને તે બીજા ગુણમાં ગુણવિશિષ્ટભુત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org