________________
૨૮૩ નહિ. તેથી મોક્ષરૂપ સાધ્યની પ્રાપ્તિમાં પૂર્વે જે વિચિત્રતા દેખાય છે, તે નિયતિ વગર થઈ શકે નહિ.
સ્વકથનની પુષ્ટિ કરતાં પૂર્વપક્ષી કહે છે કે, નિયતિના કારણે મોક્ષરૂપ સાધ્યની પૂર્વમાં વિચિત્રતા હોય છે; આથી કરીને જ લલિતવિસ્તરામાં, તથાભવ્યતાને કારણે કોઈ જીવ પ્રત્યેકબુદ્ધ થઇને સિદ્ધ થાય છે, તો કોઈ જીવ સ્વયંબુદ્ધ થઈને સિદ્ધ થાય છે ઇત્યાદિ ભેદ છે.
તે પૂર્વમાં કહ્યું કે નિયતિ વગર વિચિત્ર સાધ્ય નથી અને તેની પુષ્ટિ માટે કહ્યું કે, તથાભવ્યત્વના કારણે પ્રત્યેકબુદ્ધસિદ્ધાદિ ભેદો છે. ત્યાં પ્રશ્ન થાય કે તથાભવ્યત્વ એ કાંઈ નિયતિ નથી, પરંતુ જીવનો ભવ્યત્વ સ્વભાવ છે. તેમાં વિશેષ પ્રકારના ભવ્યત્વને તથાભવ્યત્વથી ગ્રહણ કરેલ છે. તેના કારણે નિયતિ વગર વિચિત્ર સાધ્ય નથી, એ વાતની પુષ્ટિ કઈ રીતે થઇ શકે ? તેનું સમાધાન આ પ્રમાણે છે – - પાંચ કારણોમાં જેમ નિયતિ એક કારણ છે, તેમ ભવ્યત્વ પણ એક કારણ છે. અને જ્યારે તથાભવ્યત્વ ગ્રહણ કરીએ ત્યારે તેવા પ્રકારનું ભવ્યત્વ જેવું કાર્ય થાય છે તેવા પ્રકારનું યોગ્યત્વ, તે તથાભવ્યત્વ છે. અને જેવું કાર્ય થાય તેવું યોગ્યત્વ ગ્રહણ કરીએ તેથી, તે યોગ્યત્વની કુક્ષિમાં નિયંતિનો પ્રવેશ થાય છે. કેમ કે નિયત કાર્યને અનુકૂળ એવું યોગ્યત્વ એ તથાભવ્યત્વ છે. તેથી નિયતિથી વિચિત્ર સાધ્ય પ્રાપ્ત થાય છે, તેની પુષ્ટિ લલિતવિસ્તરાના વચનથી પૂર્વપક્ષીએ કરેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે, જેવો નિયત કાર્ય કરવાનો સ્વભાવ જીવમાં છે તે પ્રકારે નિયત કાર્ય થાય છે. તેથી જે પ્રત્યેકબુદ્ધ થઇને સિદ્ધ થવાના સ્વભાવવાળા છે, તે પ્રત્યેકબુદ્ધ થઇને સિદ્ધ થાય છે, અન્ય રીતે નહિ. તેમ જેમને ઘણાં કષ્ટો વેઠીને મોક્ષમાં જવાનો સ્વભાવ છે, તેઓ વેદનીયાદિ કર્મો બાંધીને તેવાં કષ્ટો વેઠીને મોક્ષમાં જાય છે; અને જેમનો કોઇ કષ્ટ વેઠ્યા વગર મોક્ષમાં જવાનો સ્વભાવ છે, તેઓ તે રીતે મોક્ષમાં જાય છે. માટે સાધ્યનું વૈચિત્ર્ય નિયતિને આધીન છે, તેથી મોક્ષનો ઉપાય નથી. પણ જ્યારે મોક્ષ સર્જાયો હશે તે રીતે થશે, એમ પૂર્વપક્ષી કહે છે. I/૧૦૧II અવતરણિકા :
નિયતિથી જ મોક્ષ થાય છે, પણ મોક્ષનો અન્ય કોઈ ઉપાય નથી, તે જ વાતની પુષ્ટિ કરવા માટે પૂર્વપક્ષી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org