________________
૨૦ જો એમ કહીએ કે જે સર્યું હોય તે થાય, તો સંસારની દરેક પ્રવૃત્તિમાં સંદેહ થાય, અર્થાત્ પ્રશ્ન થાય કે કયું સર્ષે થશે ? અને પ્રવૃત્તિ તો ઇષ્ટસાધનતાના નિશ્ચયથી જ થાય છે. ભાવાર્થ -
આશય એ છે કે, સર્યું હોય તે જ થાય તેમ માનીએ તો સંસારમાં ધનની પ્રાપ્તિ થવાની સરજી હશે તો ધનની પ્રાપ્તિ થશે, અને ધનની પ્રાપ્તિ થવાની નહિ સરજી હોય તો નહિ થાય; આ પ્રકારનો ધનપ્રાપ્તિ-ધનઅપ્રાપ્તિના વિષયમાં વિચાર આવશે. તેથી ફળનો સંદેહ રહ્યા કરશે. અને ફળની પ્રાપ્તિનો ઉપાય ધન મેળવવા માટેનો યત્ન નથી, પરંતુ જે સર્યું હશે તે જ થશે, એવો નિર્ણય હોવાથી, ધનપ્રાપ્તિના ઉપાયમાં પ્રવૃત્તિ થઇ શકશે નહિ. અને ધનની પ્રાપ્તિમાં પ્રવૃત્તિ તો ઇષ્ટસાધનતાના નિશ્ચયથી જ થાય છેઃધન મને ઇષ્ટ છે અને તેનું સાધન વેપારની ક્રિયા છે, એવો નિર્ણય થવાથી જ પ્રવૃત્તિ થાય છે. તેથી જેમ ધનની પ્રાપ્તિ અને વ્યાપાર વચ્ચે અન્વય-વ્યતિરેક છે, તેમ મોક્ષસાધક ક્રિયા અને મોક્ષરૂપ ફળ પ્રત્યે નિયત અન્વય-વ્યતિરેક છે.
ઉત્થાન :
જે લોકો મોક્ષની પ્રવૃત્તિમાં યત્ન કરતા નથી, અને કહે છે કે જે દિવસે મોક્ષ થવાનો છે તે દિવસે જ મોક્ષ થશે, તેમને સ્વપ્રવૃત્તિનો વ્યાઘાત કઇ રીતે થાય છે, તે બતાવતાં કહે છે –
અનુવાદ :
નો સરવું નિસતી....જ્ઞાનાતિવર પણ સદ્દવ - જો સર્યું નિસદીસ કહે છે, તો અવ્યભિચારી કારણ ઘટાદિકનાં દંડાદિક છે, ત્યાં શી રીસ છે ? એમ, મોક્ષનાં કારણ જ્ઞાનાદિક પણ સ્વીકારવાં જોઈએ.
ભાવાર્થ :
જે વ્યક્તિ મોક્ષના વિષયમાં સર્યું હશે તે થશે એ પ્રમાણે હંમેશાં કહે છે, તે વ્યક્તિને ઘટાદિનાં અવ્યભિચારી કારણ એવાં દંડાદિ છે, ત્યાં શી રીસ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org