________________
૨૦૮
ભાવાર્થ :
અહીં સ્વપ્રવૃત્તિનો વ્યાઘાત થાય એમ કહ્યું તેનાથી એ કહેવું છે કે, જેમ કેવલજ્ઞાનમાં કેવલી જુએ છે એ પ્રમાણે સર્વ કાર્ય થાય છે એમ સ્થાપન કરીને, મોક્ષનો ઉપાય સંયમની ક્રિયા નથી એમ પૂર્વપક્ષી કહે છે તેમ સ્વીકારીએ તો, ધન કમાવા વગેરેની પોતાની સ્વપ્રવૃત્તિનો પણ વ્યાઘાત થાય. કેમ કે કેવલીએ કેવલજ્ઞાનમાં ધનપ્રાપ્તિ જોઈ હોય તો ધનપ્રાપ્તિ થશે જ, માટે ધનપ્રાપ્તિના ઉપાયમાં પ્રવૃત્તિથી ધનપ્રાપ્તિ થાય છે, તેમ માનીને તે પોતે પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિ તે કરી શકે નહિ. તેથી પોતાની પ્રવૃત્તિના વ્યાઘાતરૂપે આપત્તિ હોવાને કારણે કાર્ય-કારણભાવને સાચો માનવો જોઈએ=કારણમાં પ્રવૃત્તિ કરવાથી જ કાર્ય નિષ્પન્ન થાય છે તેમ માનવું જોઈએ. જેમ ધનપ્રાપ્તિના ઉપાયમાં પ્રવૃત્તિ ક૨વાથી ધનપ્રાપ્તિ થાય છે, તેમ ઉપય એવા મોક્ષની પ્રાપ્તિ માટે મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત તપ-સંયમમાં પ્રવૃત્તિ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, તેમ માનવું જોઈએ. ||૧૦૩॥ અવતરણિકા :
મોક્ષ સર્જ્યો હોય ત્યારે જ થાય છે, એ પ્રકારની પૂર્વપક્ષીની માન્યતા યુક્તિ વગરની છે, તે બતાવવા અર્થે કહે છે -
ચોપઇ :
वायसताली न्याय न एह, सरजै तो सकलै संदेह ।
जो सरज्युं जंप निसदीस, अव्यभिचारीस्युं सी रीस ? ।। १०४ । । ગાથાર્થ ઃ
એહ=આ=મોક્ષની પ્રાપ્તિ, વાયસતાલીયન્યાયથી નથી. (જો) સર્જ્યું હોય તેમ થાય (એમ માનીએ તો) સકલમાં=બધા કાર્યમાં, સંદેહ થાય.
ઉત્થાન :
હવે જ્યારે મોક્ષ સર્જાયો હશે ત્યારે થશે એમ પૂર્વપક્ષી કહે છે, તેને તેની જ યુક્તિથી દૂષિત કરે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org