________________
૨૯૪ રીતે ભગવાન વડે (કેવલજ્ઞાનમાં) જોવાયું છે, તે, તે રીતે પરિણમન પામે છે.” એ સૂત્ર વ્યાખ્યાન થયુ="નો..... વરી' કરી એ બાલાવબોધના પૂર્વના કથનથી “નં નદી.....
વિરામ એ સૂત્રનું અર્થથી તાત્પર્ય કહેવાયું, અને તેમાં યુક્તિ બતાવતાં કહે છે- જે માટે કેવલજ્ઞાન તે વ્યાપક છે, કારણ નથી. ભાવાર્થ :
પૂર્વપક્ષી કહે છે કે, જગતમાં જે વસ્તુ જે રીતે સર્જાઈ હોય તે રીતે જ ભગવાને જોયું છે. માટે જે દિવસે મારો મોક્ષ સર્જાયો છે, તે દિવસે જ મારો મોક્ષ થશે, એમ ભગવાને જોયું છે. તેને ગ્રંથકાર કહે છે કે, તો પછી ઘટાદિનો અર્થી એવો તું દંડાદિ કારણોની કેમ શ્રદ્ધા કરે છે ? અર્થાતુ જ્યારે તું ઘટાદિનો અર્થ છે, ત્યારે તું દંડાદિ કારણોમાં કેમ પ્રવૃત્તિ કરે છે ?
હવે સર્પ શું પદાર્થ છે, તે બતાવતાં કહે છે – સર્યું તે ત...કારક સિસૃક્ષા જ=તે તે કાર્યો સર્જવાની ઈચ્છા. તે સિસૃક્ષા એ ભગવાનના જ્ઞાનરૂપ જ છે, એમ કહીએ તો બાહ્ય કારણો સર્વ અન્યથાસિદ્ધ થાય. તેથી ઘટાદિના અર્થીએ દંડાદિમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, એ અર્થ પ્રાપ્ત થાય. અને આ કથનથી ‘ગં ખરા..... સૂત્રનું વ્યાખ્યાન થયું = " ગદા..... સૂત્રનો અર્થ જે પ્રકારે પૂર્વપક્ષી ગ્રહણ કરીને કહે છે કે, “જે પ્રકારે સર્યું છે, તે પ્રકારે ભગવાને દીઠું છે,” એમ કહીને મોક્ષના કારણોનો અપલાપ કરે છે, તે કરવું ઉચિત નથી. એ સૂત્રનું તાત્પર્ય જો પૂર્વપક્ષી કહે છે તેમ સ્વીકારીએ તો, બધાં બાહ્ય કારણો અન્યથાસિદ્ધ થાય. માટે “નં નET.... સૂત્રનો અર્થ બીજી રીતે છે, અને તે જ સ્પષ્ટ કરવા માટે કહે છે કે, “જે માટે કેવલજ્ઞાન તે વ્યાપક છે, પણ કારણ નથી.” અને તેનો આશય આ પ્રમાણે છે –
જગતમાં જેટલાં કાર્યો થાય છે તે સર્વ કાર્યો કેવલજ્ઞાનનો વિષય થાય છે. તેથી જગતનાં સર્વ કાર્યો વ્યાપ્ય છે અને કેવલજ્ઞાન વ્યાપક છે, અર્થાત્ જગતનાં સર્વ કાર્યોને વ્યાપીને કેવલજ્ઞાન રહેલું છે. તેથી કેવલજ્ઞાનમાં જેમ દેખાય છે તેમ જ સર્વ કાર્યો થાય છે તેમાં સંદેહ નથી. પરંતુ કાર્યની નિષ્પત્તિ કારણથી થાય છે, અને કેવલજ્ઞાન કાર્યનિષ્પત્તિનું કારણ નથી; અને કાર્યાર્થી કારણમાં જ પ્રવૃત્તિ કરે, માટે “i નદી......સૂત્ર અમે માનીએ છીએ, તો પણ અમારા મત પ્રમાણે બાહ્ય કારણો કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ નથી. તેથી અમારા મતે મોક્ષાર્થે પ્રવૃત્તિ સંગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org