________________
૨૭૭
કે, મોક્ષ પૂર્ણગુણરૂપ છે, તે પૂર્ણગુણરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે તેના કારણભૂત રત્નત્રયીમાં યત્ન કરવો જોઈએ એમ તમે માનો છો, પરંતુ વસ્તુતઃ રત્નત્રયીની પ્રાપ્તિરૂપ ગુણ નિર્ગુણ એવો આત્મા પ્રથમ મેળવે છે. તેથી જ નક્કી થાય છે કે જ્યારે તે ગુણ મેળવવાની ભવિતવ્યતા હોય ત્યારે તે ગુણ પ્રગટે છે. તે જ રીતે જ્યારે મોક્ષમાં પહોંચવાની ભવિતવ્યતા હશે ત્યારે મોક્ષ થશે.
અહીં રત્નત્રયી હેતુ અને સ્વરૂપથી લેવાની છે. તેમાં હેતુથી રત્નત્રયી અપુનબંધકને હોય છે. અને જીવ તે પહેલા ગુણ વગરનો હતો, છતાં જેમ ભવિતવ્યતાને કારણે અપુનબંધક અવસ્થાને પામ્યો, તેમ મોક્ષ પણ ભવિતવ્યતાથી જ મળશે. તેથી જેમ પ્રથમ ગુણ યત્ન વગર પ્રાપ્ત થાય છે, તેમ મોક્ષ પણ યત્ન વગર જ થશે. ઉત્થાન :
ગુણ વગર પ્રથમ ગુણ પ્રગટે છે, તેમ મોક્ષ પણ પ્રગટ થશે, તે જ વાતને યુક્તિથી બતાવતાં કહે છે – અનુવાદ :
નો રૂમ ચો....ઘળી યુછિદ્ ા૨૨II- જો એમ કહેશો - પહેલાં ગુણ શક્તિએ હતા, તે કાળપરિપાકથી વિગતિ થયા=પ્રગટરૂપે થયા; તો ભવ્યને મોક્ષભાવ શક્તિએ છે, તે કાળપરિપાકથી વ્યક્તિ=પ્રગટ થશે, તો કારણનો તંત કિહાં રહ્યો ?= મોક્ષનું કારણ છે એ વાત ક્યાં રહી? ઇત્યાદિ ઘણી યુક્તિ છે. તેથી કારણ વગર જ મોક્ષ પ્રગટ થાય છે, એમ મોક્ષના અનુપાયવાદી કહે છે..હલા ભાવાર્થ -
મોક્ષના ઉપાયને નહિ માનનાર વાદી કહે છે કે, જો તમે એમ કહેશો કે આત્મામાં પહેલાં ગુણ શક્તિરૂપે હતા માટે અપ્રગટ હતા, તેથી સર્વથા ગુણરહિત એવો આત્મા જ્યારે કાળપરિપાક થાય છે ત્યારે મોક્ષના કારણભૂત ગુણો તેનામાં પ્રગટ થાય છે; તો તે જ ન્યાયથી ભવ્યમાં મોક્ષ શક્તિરૂપે છે, તેથી જ્યારે કાળપરિપાક થશે ત્યારે તે ભવ્યજીવમાં મોક્ષ વ્યક્તિરૂપે પ્રગટ થશે. માટે મોક્ષના કારણરૂપ રત્નત્રયી છે એ માનવાનું કોઇ પ્રયોજન નથી, ઇત્યાદિ ઘણી યુક્તિઓ છે. માટે મોક્ષ વગર કારણે થાય છે તેમ માનવું ઉચિત છે. IIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org