________________
उक्तं च
-
મોક્ષ યદચ્છાથી થાય છે, તેમાં સાક્ષી આપે છે
પ્રાપ્તવ્યો.....કૃતિ ||૬૮|| - નિયતિના બળના આશ્રયથી જે અર્થ પ્રાપ્ત કરવા યોગ્ય છે, તે શુભ કે અશુભફળ મનુષ્યને અવશ્ય થાય છે. જીવોનો મોટો પ્રયત્ન કરાયે છતે પણ જે થવાનું નથી તે થતું નથી, અને જે થવાનું હોય તેનો નાશ થતો નથી. II૯૮
અવતરણિકા :
ગાથા-૯૮ માં સ્થાપન કર્યું કે, મોક્ષનો ઉપાય કરતા તમે ફરો તો પણ જ્યારે મોક્ષ સર્જ્યો હશે ત્યારે જ પ્રાપ્ત થશે. માટે મોક્ષના ઉપાયો તમે જે કહો છો તે ખરેખર ઉપાય નથી, એ વાત બતાવવા માટે કહે છે
૨૭૫
ચોપઇ :
दर्शन - ज्ञान चरण शिवहेत, कहो तो स्यो पहलो संकेत ।
गुणविण गुण जो पहिला लह्या, तो गुणमां स्युं जाओ वह्या ? ।। ९९ ।।
-
ગાથાર્થ :
દર્શન, જ્ઞાન અને ચારિત્રને તમે શિવના હેતુ કહો છો, તો તે હેતુપ્રાપ્તિનો પહેલો સંકેત શું છે ?–તે હેતુપ્રાપ્તિનું પહેલું કારણ શું છે ? અર્થાત્ પહેલું કારણ
કાંઇ નથી.
તે જ વાતને દઢ કરવા ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે
ગુણ વિના જો પહેલાં ગુણ લહ્યા તો ગુણમાં શું વહ્યા જાઓ છો ? = ગુણ માટે કેમ પ્રયત્ન કરો છો ? IIલ્લા
ભાવાર્થ :
મોક્ષના કારણને નહિ માનનાર કહે છે કે, તમે મોક્ષના કારણ તરીકે દર્શનજ્ઞાન અને ચારિત્રને કહો છો, તો તે દર્શન-જ્ઞાન અને ચારિત્રગુણના પહેલાં એવો શું સંકેત હતો કે જેથી દર્શન-જ્ઞાન અને ચારિત્રગુણ પ્રગટ્યા ?= અને કોઈ કારણ વગર ભવિતતાના બળથી તે દર્શન-જ્ઞાન અને ચારિત્ર ગુણ પ્રગટ્યા તેમ સ્વીકારો, તો એ પ્રાપ્ત થાય કે પહેલાં ગુણ ન હતા, અને ભવિતવ્યતાના બળથી ગુણ પ્રગટ્યા. તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org