________________
૨૭૬
જ રીતે મોક્ષ પણ ગુણ વગર પ્રગટ થઇ શકે છે. માટે મોક્ષના કારણભૂત દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે, એમ કહીને તેમાં શા માટે યત્ન કરી રહ્યા છો ? અર્થાત્ તેમાં યત્ન કરવો વ્યર્થ છે, પરંતુ જ્યારે મોલ સર્જાયો હશે તે દિવસે પ્રાપ્ત થશે. બાલાવબોધ :
उपायरूपइ दर्शन-ज्ञान-चारित्र जो मोक्षहेतु कहो छो तो स्यो ए संकेत छइ ? ए ३ गुण जो गुण विना लहिया तो गुणमांहिं वह्या स्युं फिरो छो ? जिम गुण विना भवितव्यताइं गुण पाम्या तिम मोक्षइ पामस्यो । जो इम कहस्योपहला गुण शकति हुता ते कालपरिपाकई विगतिं हुआ, तो भव्यनइं शक्तिं मोक्षभाव छइ ते कालपरिपाकई व्यक्तिं प्रकट हुस्यइ, कारणनो तंत किहो રહિમ, ઘી યુ િછ Iss અનુવાદ :
ઉપયરુપે.....મોક્ષ પામરચી, - જો તમે મોક્ષના ઉપાયરૂપે દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષહેતુ કહો છો તો કયા પ્રકારનો એ સંકેત છે ? તે સંકેત બતાવે છે – એ ત્રણ ગુણ જો ગુણ વિના કહ્યા તો ગુણમાં વહ્યા શું કરો છો ? જેમ ગુણ વિના ભવિતવ્યતાએ ગુણ પામ્યા, તેમ મોક્ષ પણ પામશો. ભાવાર્થ -
મોક્ષના ઉપાયને નહિ માનનાર વાદી કહે છે કે, મોક્ષના ઉપાયરૂપે તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રને કહો છો, ત્યાં એવો શું સંકેત છે કે આ ત્રણ ગુણથી જે મોક્ષ થાય પણ ભવિતવ્યતાથી નહિ ? એમ કહીને તેમને એ કહેવું છે કે, આ ત્રણ ગુણથી મોક્ષ થતો નથી, પરંતુ ભવિતવ્યતાથી જ થાય છે; અને તે જ વાતને સ્પષ્ટ કરવા માટે તેઓ કહે છે –
તમે મોક્ષના કારણે આ ત્રણ ગુણ માનો છો, અને તે ત્રણ ગુણો જો ગુણ વગર પ્રાપ્ત થતા હોય, તો મોક્ષના ઉપાયરૂપ રત્નત્રયીરૂપ ગુણ માટે શું કામ યત્ન કરો છો? = યત્ન કરવો નિરર્થક છે. તે જ યુક્તિથી બતાવે છે -
જેમ પ્રથમ ગુણ વગર ભવિતવ્યતાથી રત્નત્રયીરૂપ ગુણને પામ્યા, તેમ મોક્ષ પણ ભવિતવ્યતાથી પામશો. આમ કહીને પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org