________________
૨૫૪
અર્થાત્ કાળ અનાદિનો છે અને અનંત છે, તે ભૂતકાળ અને ભવિષ્યકાળના દરેક સમયોની સંખ્યા અનંત છે, તેના કરતાં જીવની સંખ્યા ઘણી મોટી છે. માટે મોક્ષમાં જવાનું ચાલુ હોવા છતાં સંસાર ખાલી થવાની આપત્તિ આવતી નથી. પરંતુ જેઓ સંસારમાં પરિમિત એવા અનંત જીવોને સ્વીકારે છે, તેમના મતે જો અનાદિકાળથી મોક્ષે જવાનું ચાલુ હોય તો સંસાર ખાલી થવાની આપત્તિ આવે, કાં તો સાધના કરીને મોક્ષમાં ગયા પછી ફરી જીવ સંસારમાં આવે છે તેમ માનવું પડે. તો જ સંસાર અક્ષત છે તેમ તેમના મતમાં સંગત થાય. ઉત્થાન :
જેઓ સંસારમાં પરિમિત જીવ માને છે તેમના મતમાં આ સંસાર ખાલી થવાની આપત્તિ આવે, કાં મોક્ષમાં ગયેલા ફરી સંસારમાં પાછા આવે, તેમ સ્વીકારવાની આપત્તિ ગાથાના ઉત્તરાર્ધમાં બતાવી, તેમાં સાક્ષી આપતાં કહે છે - અનુવાદ -
૩ = અને કહ્યું છે -
મુitsfu....યથા ન કોષઃ || - મિતાત્મવાદમાં મુક્ત પણ ભવને પામે, અથવા ભવસંસાર, ભવસ્થ જીવોથી શૂન્ય થાય. હે નાથ ! જે પ્રકારે દોષ નથી, તે પ્રકારે પજીવનિકાય અનંત સંખ્યાવાળો આપે કહ્યો છે.
ઉત્થાન :
ઉપરમાં કહેલ સાક્ષીપાઠથી એ બતાવ્યું કે, ભગવાને તે પ્રકારે જીવની સંખ્યા બતાવી છે કે જેથી સદા જીવો મોક્ષમાં જાય છે, છતાં સંસાર ખાલી થવાની આપત્તિ આવતી નથી. તેથી હવે ભગવાને જીવોની કેટલી સંખ્યા બતાવી છે, તે બતાવતાં કહે છે –
અનુવાદ :
નિવારણું.....વાઘ નથી T૨૧TI - જ્યારે જે વખતે, ભગવાનને કોઇ પૂછે ત્યારે ભગવાન કહે છે કે, “એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો.” આવા પ્રકારના અનંત જીવવાદમાં સદા મોક્ષે જવાનું ચાલુ હોવા છતાં ક્યારે પણ સંસાર ખાલી થવાની આપત્તિરૂપ કોઇ બાધક નથી. III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org