________________
૨૬૬
ચોપઇ :
काल अनादि सिद्ध अनादि, पूर्व अपर तिहां होइ विवाद । भवनिर्वाणतणो क्रमयोग, शाश्वत भाव अपर्यनुयोग । । ९६ ।।
ગાથાર્થ :
કાળ અનાદિ છે, સિદ્ધ અનાદિ છે. ત્યાં=સંસાર અને મોક્ષમાં, પૂર્વઅપરના વિષયમાં વિવાદ છે.
ઉત્થાન :
પૂર્વપક્ષી કહે, સંસાર અને મોક્ષમાં પહેલાં કોણ ? અને પછી કોણ ? એ વિવાદ છે. તેનો જવાબ આપતાં કહે છે -
ગાથાર્થ :
ભવ અને નિર્વાણતણો ક્રમયોગ છે, છતાં જે શાશ્વત ભાવ છે, તે અપર્યનુયોગ છે=ભવ પહેલો કે નિર્વાણ પહેલો એ પ્રકારનો પ્રશ્નનો વિષય નથી. legl
ભાવાર્થ :
દરેક જીવ ભવમાંથી નિર્વાણ પામે છે, તેથી ભવ અને નિર્વાણનો ક્રમયોગ છે. અને આ ક્રમયોગ શાશ્વત ચાલે છે=અનાદિકાળથી જીવો ભવમાંથી મોક્ષમાં જાય છે અને સદા જવાના. તેથી ભવમાંથી મોક્ષમાં જવાનો આ ક્રમયોગ છે, તે શાશ્વત છે. અને જે શાશ્વતભાવ હોય તેમાં પહેલાં કોણ અને પછી કોણ, એ પ્રકારનો પ્રશ્ન કરી શકાય નહિ.
બાલાવબોધ :
सिद्ध यद्यपि सिद्धभावइ प्रथम छड़, सिद्ध थाइ छड़ संसारी टलीनइ तेवती, पणि कालनी अनादिता छड़, ते माटइ प्रवाह अनादिसिद्ध कहिइ, तिहां 'पहलां कुण, पछड़ कुण ?' ए विवाद होइ, भवनिर्वाणनो अनुक्रमयोग कहवाइ नहीं, शाश्वता भावनो पाछो उत्तर नथी, इंडुं पहलां कइ कूकडी पहलां ? राती पहलां कई दिन पहलां ? इत्यादि भाव भगवतीमध्ये कहिया छड़, जे क्षण
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org