________________
૨૭ वर्तमानत्व पाम्यो ते अतीत थयो, पणिं 'पहलो कुण अतीत समय ?' ते न कहवाइ, इम न कहवाइ तिम संसारी टल्यो ते सिद्ध थयो, पणि 'पहला कुण ?' इम न कहाइ, प्रवाहइ अनादिसिद्ध अनादिशुद्ध तो कहिइं, व्यक्तिं न कहिइ, उक्तं च विंशिकायाम् -
एसो अणाइमं चिय सुद्धो य तओ अणाइसुद्ध त्ति ।। जुत्तो अ पवाहेणं ण अन्नहा सुद्धया सम्मं ।।
(૨,૨૨, વિશા ) ત્યાદિ Te૬ !
અનુવાદ :
સિદ્ધ....છઠ્ઠ, - સિદ્ધ જો કે સિદ્ધભાવે પ્રથમ છે. તેમાં યુક્તિ આપે છે -
સિદ્ધ થાફ....અનારિસિદ્ધ વદિઃ, સંસાર ટળીને સિદ્ધ થાય છે, તે વતીeતેને કારણે. કોઇ એક જીવને આશ્રયીને સિદ્ધભાવ પ્રથમ થાય છે, અર્થાત્ પ્રથમ સિદ્ધભાવ ન હતો અને તે જીવને અત્યારે પ્રથમ સિદ્ધભાવ પ્રગટ્યો; તો પણ કાળની અનાદિતા છે, તે માટે પ્રવાહથી અનાદિસિદ્ધ કહેવાય છે.
આશય એ છે કે, કોઈ એક જીવને આશ્રયીને સિદ્ધભાવ પ્રથમ થાય છે; તો પણ કાળ અનાદિનો છે, તેથી પ્રવાહને આશ્રયીને સિદ્ધો અનાદિ કહેવાય છે.
તિડાં.....વિવાદ દોડુ, - તેમાં=સિદ્ધમાં અને સંસારમાં, પહેલાં કોણ= પહેલાં સિદ્ધભાવ કે પહેલાં સંસારભાવ ? અને પાછળ કોણ ? તે પ્રકારનો વિવાદ થાય. તેનો જવાબ આપતાં કહે છે –
મનિર્વાણનો....ઉત્તર નથી, - ભવનિર્વાણનો અનુક્રમયોગ છે, છતાં આ પહેલાં અને આ પછી એમ કહેવાય નહિ. અર્થાત્ વ્યક્તિને આશ્રયીને ભવ અને નિર્વાણનો અનુક્રમયોગ છે, અને તેમાં પહેલાં ભાવ અને પછી નિર્વાણ, તેમ કહી શકાય છે. તો પણ સમષ્ટિગત ભવ અને નિર્વાણમાં પહેલાં કોણ હતો, અને પછી કોણ શરૂ થયો, એમ કહેવાય નહિ. કેમ કે ભવ અને નિર્વાણનો શાશ્વત ભાવ છે, તેમાં આ પહેલાં અને આ પછી એ પ્રકારનો પાછો ઉત્તર નથી.
તેમાં દૃષ્ટાંત બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org