________________
૨૬૫
ભાવાર્થ -
દૂધ અને સાકર રૂપી છે, તેથી દૂધમાં સાકર નાંખવામાં આવે ત્યારે પૂર્વમાં દૂધથી જે જગ્યા રોકાયેલી છે, તે જગ્યા સાકર નાખ્યા પછી સાંકડી થાય છે; તેથી દૂધના ક્ષેત્ર કરતાં સાકર નાંખવાથી અવગાહના વધે છે. કેમ કે દૂધનાં પુદ્ગલોએ જે જગ્યા રોકી છે, તે સાંકડી પડે છે, તેથી સાકરનાં પુદ્ગલો નવા ક્ષેત્રમાં રહે છે. પરંતુ સિદ્ધના આત્માઓ રૂપરહિત છે, તેથી એક જ ક્ષેત્રમાં અનંતા ભેગા થાય છે તો પણ તેઓને પરસ્પર કોઇ બાધા થતી નથી; જેમ અરૂપી એવા ધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આદિ એક ક્ષેત્રમાં હોવા છતાં પરસ્પર તેઓને કોઇ બાધા થતી નથી.
અનુવાદ :
ત્ર ગાથા - અરૂપી એવા સિદ્ધના આત્માઓને પરસ્પર ભળતાં કોઇ બાધા થતી નથી, એમાં વિંશિકાની સાક્ષી આપતાં કહે છે -
....૨૫Tી - જ્યાં એક સિદ્ધનો આત્મા છે, ત્યાં અનંત સિદ્ધના આત્માઓ રહે છે. અને તે કેવા છે તે બતાવે છે - ભવના ક્ષયને કારણે કર્મથી મુકાયેલા છે અને તેને કારણે સુખને પામેલા છે, કેમ કે કર્મથી મુકાવાના કારણે તેઓ સુખને પામેલા છે. ઉત્થાન :
સિદ્ધના જીવો આમ એક ઠેકાણે પરસ્પર બાધા વગર અનંતા રહે છે, ત્યાં કોઇને શંકા થાય કે એક ઠેકાણે અનંતા ભેગા થઇ ગયા, તેથી કર્મથી મુકાવાને કારણે સુખને પામવા છતાં હવે સુખી નહિ હોય. તેના નિવારણ માટે કહે છે - અનુવાદ -
સુખી એવા તેઓ અન્યોન્ય પરસ્પર, બાધા વગર રહે છે. Imલ્પા અવતરણિકા :
ગાથા-૮૩ ના ઉત્તરાર્ધમાં મોક્ષને નહિ માનનાર પક્ષે શંકા કરેલી કે, જો તમે મોક્ષને માનો છો તો પહેલાં ભવ કે પહેલાં મુક્તિ ? બંને રીતે વિચારતાં યુક્તિ મળતી નથી, માટે મોક્ષ નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org