________________
૨૬૩
ને ઘર્મ.....ઘસ નદી T૨૪T- જે કારણથી ધર્મ વિના=ધર્માસ્તિકાય વગર અલોકમાં જીવ ધસતો નથી=જતો નથી. II૯૪ અવતરણિકા :
ગાથા-૯૪ માં કહ્યું કે, સિદ્ધનો આત્મા સિદ્ધશિલા ઉપર જઇને રહે છે. હવે તે સિદ્ધના જીવો એક જ ક્ષેત્રમાં અનંતા કઈ રીતે રહે છે, તે બતાવતાં કહે છે – ચોપાઇ :
जिहां एक तिहां सिद्ध अनंत, पय-साकरपरि भिलइ एकंत ।
रूपीनइ भिलतां सांकडं, रूपरहितनई नवि वांकडं ।।९५।। ગાથાર્થ :
- જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે, દૂધ અને સાકરની જેમ ભળી જાય છે. આ દૃષ્ટાંત એકાંત એક દેશવાળું છે.
આ દૃષ્ટાંત એકદેશી કેમ છે તે બતાવે છે – રૂપીને (પરસ્પર) ભળતાં સાંકડું છે, રૂપરહિતને (ભળતાં) વાંકડું નથી. આલ્પા ભાવાર્થ :
- દૂધ-સાકરનું જે દષ્ટાંત છે તે રૂપી પદાર્થનું છે, અને તેઓ પરસ્પર ભળે તો પૂર્વ કરતાં વધારે અવગાહના થાય છે. તેથી નવા પદાર્થના ભળવાથી જગ્યા સાંકડી થાય છે, તેથી જ અવગાહના વધે છે. અને રૂપરહિત એવા સિદ્ધના આત્માઓ એક ક્ષેત્રમાં રહેવા છતાં પરસ્પર કોઇ બાધા થતી નથી. તેથી કોઇ વાંકાઇ આવતી નથી. બાલાવબોધઃ
जिहां एक सिद्ध छइ तिहां अनंता सिद्ध छइ, दूध-साकरनी परि एकठा भिलई छइ, एकांत ए पणि एकदेशी दृष्टांत, रूपीनइ माहोमाहिं भिलतां सांकडं होइ, पणि रूपरहितनइ भिलतां किस्युंह वांकडं नथी, धर्माकाशादिवत् -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org