________________
૨૫૬
ભાવાર્થ :
સંસારમાંથી સદા મોક્ષમાં જીવો જતા હોય તો એક દિવસ સંસાર ખાલી થઈ જશે, એ પ્રકારે સંસારમાં જીવોની હાનિ પ્રાપ્ત થશે. અને સંસારમાં જીવો ન હોય તો વર્તમાનમાં દેખાતા સંસારની સંગતિ કઈ રીતે કરવી ? એ પ્રકારનો ભય થશે. કેમ કે કાળ આદિ વગરનો અનંત છે. તેથી ભૂતકાળમાં જ આ રીતે મોક્ષમાં જતાં જતાં સંસાર ખાલી કેમ ન થયો ? એમ માનવાની આપત્તિ આવે. અને તેમ સ્વીકારીએ તો સંસારની દૃષ્ટ વ્યવસ્થા સંગત થાય નહિ. માટે જીવો મોક્ષમાં જાય છે તેમ માનવું જોઈએ નહિ, એ પ્રકારનો મોક્ષને નહિ માનનારાઓનો આશય છે.
તેને ગ્રંથકાર કહે છે કે, જિનશાસનમાં આવા પ્રકારની ભયહાનિ નથી, કેમ કે સમુદ્રમાંથી એક બિંદુ જાય તો સમુદ્રમાં કાણું પડતું નથી. સંસારમાં સમુદ્ર જેટલા જીવો છે, તેમાંથી જે મોક્ષમાં ગયા છે તે બિંદુ જેટલા છે, અને જે જશે તેમને ઉમેરીએ તો પણ બિંદુ જેટલા છે. માટે સંસાર સમુદ્રમાં કાણું પડવારૂપ જીવોની સંખ્યા ઘટી જશે, તેથી સંસાર ખાલી થઈ જશે, એમ કહી શકાશે નહિ. શા બાલાવબોધ -
जे सिद्ध थया अतीत अद्धाइं अनइ जे थास्यइ अनागत अद्धाइं ते सर्व मिली एक निगोदना अनंतभागप्रमाण सिद्ध थया छइ, तो जिनशासनमांहिं सी हाणि संसारनी ? समुद्रमांहिंथी बिंदु गयइ सी काणि छइ ? ए संख्या उत्कर्षापकर्षनिमित्त नथी, अतीताद्धाथी अनंताद्धा (अनागताद्धा) अनंतगुण छ। तोइ ते सर्व मिली एक निगोदजीवनइ अनंतमइ ज भागइ छइ, ए परमार्थ ।।१२।।
• ૧૩ીતથિી ૩નંતી ૩નંતપુ છ એ પ્રમાણે બાલાવબોધમાં પાઠ છે, ત્યાં અન્ય પ્રતમાં તીતાથી ૩નામતા ૩નંતા છ પાઠ મળે છે. તે પાઠ સંગત છે તે મુજબ અહીં અર્થ કરેલ છે. અનુવાદ :
ને સિદ્ધ.....શાળ સંસારની - જે અતીતઅદ્ધામાં સિદ્ધ થયા= અતીતકાળમાં જે સિદ્ધ થયા, અને અનાગતઅદ્ધામાંeભવિષ્યકાળમાં, જે સિદ્ધ થશે, તે સર્વ મળી એક નિગોદનો અનંતભાગપ્રમાણ સિદ્ધ થાય છે. તેથી જિનશાસનમાં સંસારની હાનિ ક્યાંથી હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org