________________
ર૫૯
ચોપાઇ :
व्यापकनई नवि भव नवि सिद्धि, बांधइ छोडइ क्रियाविवृद्धि ।
पणि तनुमित आतम अह्मे कहुं, तिहां तो सघलुं घटतुं लहुं ।।१३।। ગાથાર્થ :
વ્યાપકને નહિ ભવ અને નહિ સિદ્ધિ=આત્માને સર્વવ્યાપક માનીએ તો ભવ ઘટે નહિ અને સિદ્ધિ ઘટે નહિ.
તેમાં યુક્તિ બતાવે છે - ક્રિયાની વિવૃદ્ધિ=ક્રિયાની પ્રવૃત્તિ, કર્મને બાંધે છે અને કર્મને છોડે છે=સંસારની ક્રિયાની પ્રવૃત્તિથી કર્મ બંધાય છે અને સાધનાની ક્રિયાની પ્રવૃત્તિથી કર્મ છૂટે છે. આત્માને વ્યાપક માનીએ તો કર્મબંધ અને કર્મ છોડવાનું સંગત થાય નહિ, માટે ભવ પણ સંગત થાય નહિ અને સિદ્ધિ પણ સંગત થાય નહિ. ઉત્થાન :
અહીં પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં સર્વવ્યાપી આત્માના મત પ્રમાણે સંસાર અને મોક્ષ ઘટે નહિ, તે બતાવીને, સ્વમત પ્રમાણે મોક્ષ માનવામાં કોઇ વિરોધ નથી, તે બતાવે છે - ગાથાર્થ :
પરંતુ અમે શરીરપ્રમાણ આત્મા કહીએ છીએ ત્યાં તો બધું ઘટતું પ્રાપ્ત થાય છે=આત્મામાં ક્રિયા ઘટી શકે છે. તેથી કર્મબંધ અને કર્મ છોડવાની ક્રિયા ઘટી શકે છે, તેથી આત્માનો ભવ અને મોક્ષ પણ ઘટી શકે છે. II૯૩ બાલાવબોધ :
सर्वव्यापक जे आत्मा मानइ छइ तेहनइ परभवि जावू नथी तिवारइ न संसार न वा मोक्ष घटइं, पणि अह्मे तो आत्मा तनुमित कहितां शरीरप्रमाण मानुं छु तिहां सघलुंइ घटतुं ज लहुं छु । जेहवं गतिजात्यादिनिधत्त (नियत) आउधू बांधइ तेहवइ ते उदय आव्यई, ते क्षेत्रइ जीव जाइ, वक्रगति हुइ तो आनुपूर्वी तिहां
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org